રમતજગતભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ખેલ કી બાત’ કાર્યક્રમના અવસરે દક્ષિણ ગુજરાતના આદિવાસી યુવાનો માટે વિશેષ રમતગમત વિકાસ પેકેજ જાહેર કરવા બાબતે આદિવાસી સમાજ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ ઈમેઇલ દ્વારા રજૂઆત કરી માંગ કરવામાં આવી.ધરમપુરને Tribal Khelo India Sports Hub જાહેર કરવામાં આવે.:-ડો.નિરવ ભુલાભાઇ પટેલ.કપરાડા,ડાંગ,વાંસદા,ચીખલી,ધરમપુર,ખેરગામ અને સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં મોટી સંખ્યામાં પ્રતિભાશાળી યુવાનો છે.અનેક યુવાનોમાં Athletic
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ખેલ કી બાત’ કાર્યક્રમના અવસરે દક્ષિણ ગુજરાતના આદિવાસી યુવાનો માટે વિશેષ રમતગમત વિકાસ પેકેજ જાહેર કરવા બાબતે આદિવાસી સમાજ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ ઈમેઇલ દ્વારા રજૂઆત કરી માંગ કરવામાં આવી.ધરમપુરને Tribal Khelo India Sports Hub જાહેર કરવામાં આવે.:-ડો.નિરવ ભુલાભાઇ પટેલ.
કપરાડા,ડાંગ,વાંસદા,ચીખલી,ધરમપુર,ખેરગામ અને સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં મોટી સંખ્યામાં પ્રતિભાશાળી યુવાનો છે.અનેક યુવાનોમાં Athletics, Football, Volleyball, Kabaddi, Wrestling, Archery સહિત વિવિધ રમતોમાં કુદરતી પ્રતિભા હોવા છતાં યોગ્ય મેદાન, આધુનિક રમતગમત સાધનો, ગુણવત્તાયુક્ત કોચિંગ, આહાર, પ્રવાસ તથા સ્પર્ધાત્મક તકોના અભાવે તેમની પ્રતિભા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી શકતી નથી.
આથી યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલે ‘ખેલ કી વાત’ના આ મહત્વપૂર્ણ અવસરને માત્ર કાર્યક્રમ પૂરતો મર્યાદિત ન રાખી, આદિવાસી યુવાનો માટે કાયમી રમતગમત વિકાસનું મોડેલ ઊભું કરવા માટે ધરમપુર ખાતે આધુનિક Sports Academy/Training Centre વિકસાવવામાં આવે તેમજ ધરમપુર, કપરાડા, વાંસદા, ચીખલી તથા દક્ષિણ ગુજરાતના અન્ય આદિવાસી વિસ્તારોની શાળાઓમાંથી પ્રતિભાશાળી બાળકોની પસંદગી કરી તેમને વૈજ્ઞાનિક તાલીમ આપવામાં આવે તેમજ Athletics Track, Football Ground, Volleyball, Kabaddi, Wrestling, Archery તથા અન્ય રમતો માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ ગરીબ પરિવારના પ્રતિભાશાળી ખેલાડીઓને કોચિંગ, Sports Kit, Diet, Travel અને Competition Expenses માટે સીધી સહાય આપવામાં આવે તેમજ Girls’ Football, Athletics, Archery, Kabaddi અને અન્ય રમતોમાં ખાસ તાલીમ તથા સુરક્ષિત સુવિધાઓ આપવામાં આવે તેમજ પરંપરાગત આદિવાસી રમતોનું સંરક્ષણ, documentation અને જિલ્લા/રાજ્ય સ્તરની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે તેમજ દક્ષિણ ગુજરાતના આદિવાસી યુવાનો માટે રાજ્યસ્તરીય રમતોત્સવ શરૂ કરવામાં આવે તેમજ Sports Coaching, Fitness Training, Physiotherapy, Sports Management વગેરે ક્ષેત્રોમાં Skill Development દ્વારા યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવામાં આવે.
બોક્સ
આદિવાસી યુવાનોમાં પ્રતિભાની કમી નથી, તકની કમી છે. સરકાર તક આપશે તો ધરમપુર અને દક્ષિણ ગુજરાતમાંથી દેશને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ મળી શકે છે.આથી ધરમપુરને આદિવાસી રમતગમત વિકાસના વિશેષ કેન્દ્ર તરીકે વિકસાવવાની નીતિગત કાર્યવાહી કરવામાં આવે.આ રજૂઆતને માત્ર એક કાર્યક્રમની માંગણી તરીકે નહીં પરંતુ આદિવાસી યુવાનોના ભવિષ્યમાં રોકાણ તરીકે ધ્યાને લેવામાં આવે તેવી અપેક્ષા છે.ડો.નિરવ ભુલાભાઈ પટેલ