જામનગરના 'માધવ ડેન્ટલ'ના જાણીતા ડેન્ટિસ્ટ ડો. મેહુલ ખાખરિયાએ આખા દેશમાં ડંકો વગાડયો છે. 'મુંબઈ અનસેન્સર' દ્વારા જાહેર કરાયેલા ભારતના "Top 10 Dentists" ના લિસ્ટમાં શાનદાર સ્થાન મેળવીને તેમણે જામનગરનું નામ રોશન કર્યું છે. નાના શહેરથી શરૂ થયેલી તેમની આ સફરમાં પત્ની ડો. સ્વાતિનો પણ મોટો સાથ રહ્યો છે. ડો. મેહુલ આ શાનદાર સફળતાનો શ્રેય પોતાના પરિવાર, ટીમ અને દર્દીઓના અતૂટ વિશ્વાસને આપે છે. ખા સિદ્ધિ બદલ ડોક્ટર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન!
રિપોર્ટર ગજ સલીમ