નવવાસ | દાંતા તાલુકો:
દાંતા તાલુકાના નવાવાસ ગામે આવેલી ડી.ડી. ચોકસી વિદ્યાલય ખાતે રક્ષાબંધન પર્વની ભાવભીની અને રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત બહેનો દ્વારા રક્ષાબંધન ગીતથી કરવામાં આવી હતી.
ધોરણ 9 થી 12ના ભાઈ-બહેનોએ રક્ષાબંધન પર્વના મહત્વ અંગે પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા. ત્યારબાદ શાળાની બહેનોએ ભાઈઓના લલાટે કંકુ-અક્ષતથી તિલક કરી, રાખડી બાંધી તથા મોં મીઠું કરાવી ભાઈ-બહેનના પવિત્ર સ્નેહને ઉજાગર કર્યો હતો.
આ પ્રસંગે ભાઈઓએ પણ બહેનોના પવિત્ર પ્રેમથી પ્રેરાઈને ₹17,501ની રકમ ભેટરૂપે અર્પણ કરી હતી. સમગ્ર વાતાવરણમાં ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીસભર દૃશ્યો જોવા મળ્યા હતા.
શાળાના આચાર્યશ્રી એચ.એમ. પટેલ સાહેબે તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને રક્ષાબંધન પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કિરણબેન એસ. સુથાર અને તગાભાઈ એ. કાળોતરા સાહેબે કર્યું હતું.