ધનસુરા તાલુકામાં CBDC સર્વર ડાઉન, અનાજ વિતરણ અટક્યું;તહેવારો નજીક આવતા ગ્રાહકો અને દુકાનદારો પરેશાન, રજૂઆત કરાઈ
ARVALLI | By Akhand Bharat Team | Published:
ટેક
ધનસુરા તાલુકામાં CBDC સર્વર ડાઉન, અનાજ વિતરણ અટક્યું;તહેવારો નજીક આવતા ગ્રાહકો અને દુકાનદારો પરેશાન, રજૂઆત કરાઈ
ધનસુરા તાલુકામાં CBDC રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણમાં વ્યાપક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પંજાબ નેશનલ બેંકના સર્વરમાં સતત ખામીને કારણે વિતરણનું પોર્ટલ ખૂલતું નથી, જેના લીધે ગ્રાહકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે.
આ પરિસ્થિતિને કારણે ગ્રાહકો અને સસ્તા અનાજના દુકાનદારો વચ્ચે ઘર્ષણના બનાવો પણ બની રહ્યા છે. ધનસુરા તાલુકાના ફેર પ્રાઇઝ શોપ એસોસિએશને આ અંગે પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત કરી છે.
તાલુકા એસોસિએશનના પ્રમુખ નેહલભાઈ ભરવાડની રજૂઆત મુજબ, CBDC ગ્રાહકોને સર્વર ડાઉન હોવાને કારણે અનાજનો જથ્થો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. દુકાનદારોએ માંગ કરી છે કે જ્યાં સુધી CBDC સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત ન થાય ત્યાં સુધી બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા તમામ ગ્રાહકોને અનાજનું વિતરણ કરવાની મંજૂરી આપવામાં આવે.
આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા હોવાથી, ગ્રાહકો અનાજના જથ્થાથી વંચિત ન રહે તે માટે યોગ્ય અને તાત્કાલિક નિકાલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.