મયુર મોકાશી : કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ ખાતે આયોજિત ભવ્ય 'મૉન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૬' ના અવસરે ઉત્તર પ્રદેશના માનનીય રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી.મહોત્સવના સ્થળે પહોંચવા પર કેન્દ્રશાસિત પ્રદેશના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ પટેલે પુષ્પગુચ્છ અને વિશેષ સ્મૃતિ-ચિહ્ન ભેટ આપી ઉત્તર પ્રદેશના રાજ્યપાલનું આત્મીય તેમજ ભવ્ય સ્વાગત કર્યું હતું. બંને ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિથી સમગ્ર સમારોહની શોભા અને ઉત્સાહમાં વિશેષ વધારો થયો હતો.આ મૉન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૬ નું આયોજન દમણની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા, કલા, સંગીત, નૃત્ય અને પર્યટનને પ્રોત્સાહન આપવાના મુખ્ય ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે. મહોત્સવના માધ્યમથી દમણની પ્રાકૃતિકુંદરતા અને સાંસ્કૃતિક વારસાને દેશ-દુનિયાના પર્યટકો સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના આગમનથી મહોત્સવનું વાતાવરણ ઉત્સાહ અને ઉલ્લાસથી છલકાઈ ઉઠ્યું હતું. કાર્યક્રમસ્થળે સ્થાનિક સંસ્કૃતિ તથા પરંપરાઓની સુંદર ઝાંખી જોવા મળી હતી, તેમજ પ્રવાસનને વેગ આપવા વિવિધ સાંસ્કૃતિક ગતિવિધિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવ દમણની સાંસ્કૃતિક ઓળખને મજબૂત કરવાની સાથે સ્થાનિક પર્યટનને નવી ગતિ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ રહ્યો છે, જેમાં સ્થાનિક નાગરિકોની સાથે મોટી સંખ્યામાં પર્યટકો પણ સહભાગી થઈ રહ્યા છે.