SURENDRANAGAR | By Akhand Bharat Team | Published:
તહેવાર
ગોરીયાવાડ ગામમાં રક્ષાબંધન પર્વની પરંપરાગત ઉજવણી
ગોરીયાવાડ ગામમાં રક્ષાબંધન પર્વની પરંપરાગત ઉજવણી
ગોરીયાવાડ, તા. 28 ઓગસ્ટ 2026
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ગોરીયાવાડ ગામમાં રક્ષાબંધનના પવિત્ર પર્વની વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન નિમિત્તે સમગ્ર ગામમાં ધાર્મિક અને આનંદમય વાતાવરણ જોવા મળ્યું હતું.
રક્ષાબંધન ઉજવણી બાદ ગામના યુવાનો દ્વારા બળેવ દોડાવવાની પરંપરા પણ નિભાવવામાં આવી હતી. યુવાનો માથે માટલાં લઈને ગામના તળાવના પાણીમાં જઈ બળેવ દોડાવતા જોવા મળ્યા હતા. આ પરંપરા નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગ્રામજનોએ પણ રક્ષાબંધન પર્વની પરંપરાને જાળવી રાખવામાં સહભાગી બન્યા હતા. ગામમાં ભાઈચારો, એકતા અને પરસ્પર સ્નેહનું વાતાવરણ જોવા મળ્યું હતું.
ગોરીયાવાડ ગામની આ વર્ષો જૂની પરંપરા આજે પણ જળવાઈ રહી છે અને નવી પેઢી દ્વારા પણ તેને આગળ ધપાવવામાં આવી રહી છે.
પત્રકાર : બી. એન. ગોસ્વામી
ગોરીયાવાડ, તાલુકો દસાડા, જિલ્લો સુરેન્દ્રનગર