SURENDRANAGAR | By Akhand Bharat Team | Published:
હેલ્થ
હેલ્થ
એસ.ઓ.જી. શાખા
સુરેન્દ્રનગર
એન.ડી.પી.એસ. અવેરનેસ કાર્યક્રમનુ આયોજન કરતી
એસ.ઓ.જી.સુરેન્દ્રનગર
શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ (IPS) પોલીસ અધિક્ષકશ્રી સુરેન્દ્રનગરનાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં શાળા-કોલેજોમાં એન.ડી.પી.એસ. (માદક પદાર્થો) અંતર્ગત જન-જાગૃતી ફેલાય તે અનુસંધાને સુચના આપેલ હોય,
જે અનુસંધાને PI શ્રી વાય.પી.પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા ખાતે આવેલ શ્રી ઇન્ડીયન પબ્લીક સ્કુલ ખાતે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ. જે કાર્યક્રમમાં SOG PI શ્રી વાય.પી.પટેલ તેમજ PSI શ્રી ઝેડ.એલ.ઓડેદરા તેમજ પ્રીન્સીપાલ શ્રી મહેશભાઇ પટેલ. ધોરણ ૧૧ તથા ૧૨ ના સાઇન્સના સ્ટુડન્ટ વિગેરેનાઓ પણ ઉપસ્થિત રહેલ. સદરહુ કાર્યક્રમમાં યુવા પેઢીને ડ્રગ્સ અન્વયેની જાગૃતિ ફેલાય તેમજ નશાથી થતા નુકશાન તેમજ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા અનુસંધાને માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ. યોગેશ મકવાણા