જુનાગઢ ભવનાથ મહાદેવના અભિષેક સાથે વિવિધ મંદિરોમાં દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરતા બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે
BANASKANTHA | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
જુનાગઢ ભવનાથ મહાદેવના અભિષેક સાથે વિવિધ મંદિરોમાં દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરતા બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે
જૂનાગઢ: બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારી શ્રી ધવલભાઈ દવે સાહેબે સહપરિવાર જૂનાગઢની મુલાકાત દરમિયાન વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન કરી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સૌપ્રથમ શ્રી ભવનાથ મહાદેવના મંદિરે પહોંચીને મહાદેવના દર્શન તથા અભિષેક કરી પંડિતોના પવિત્ર મંત્રોચ્ચાર વચ્ચે ધાર્મિક વિધિ સંપન્ન કરી હતી. આ પ્રસંગે મંદિરના પૂજારી દ્વારા શ્રી ધવલભાઈ દવેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ જૂનાગઢના પ્રાચીન સ્વામિનારાયણ મંદિરે સહપરિવાર દર્શન કરી સંતોના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, શ્રી રાધારમણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, શ્રી રણછોડરાય તથા શ્રી ત્રિકમરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ધાર્મિક મુલાકાત દરમિયાન જૂનાગઢ મહાનગર ભાજપના અધ્યક્ષ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, શાસક પક્ષના નેતા શ્રી મનનભાઈ અભાણી, શ્રી વિવેકભાઈ ગોહેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાના હોકારો કાર્યાલયની મુલાકાત લઈ સ્થાનિક ભાજપના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. સમગ્ર મુલાકાત દરમિયાન ધાર્મિક શ્રદ્ધા સાથે સંગઠનાત્મક બાબતો અંગે પણ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી.