SURENDRANAGAR | By Akhand Bharat Team | Published:
તહેવાર
કારેલા ગામે બળેવા દોડાવવાની પરંપરા યથાવત...
લખતર તાલુકાના કારેલા ગામે રક્ષાબંધનના દિવસે બળે વા દોડાવવાની વર્ષોની જૂની પરંપરા આજે પણ જીવત છે, આ પરંપરા મોટા ભાગ ના વિસ્તારોમાં લુપ્ત થઈ રહી છે, શ્રાવણ સુદ પૂનમના દિવસે ગામના પાદરે બળેવા દોડાવવામાં આવ્યા હતા, આ પ્રસંગે સમસ્ત ગ્રામજનો ગામના તળાવ એકઠા થાય છે, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ ચાર મહિનાના નામ પરથી ચાર યુવાનોને બળેવા બનાવવામાં આવે છે, આ ચાર યુવાનોના માથા પર માટેની માટલી મૂકીને તેમને ગામના તળાવમાં પાંચ પ્રદક્ષિણા કરાવી ડૂબકી લગાડવામાં આવે છે, કઈ માટલી માં વધુ પાણી આવ્ય અને કઈ માટલીમાં ઓછું પાણી આવ્યુંું તેના આધારે આવતા વર્ષેના વરસાદનો વર્તારો નક્કી કરવામાં આવે છે, તળાવમાં ડૂબકી લગાવીને બહાર નીકળ્યા બાદ પ્રદિક્ષણા કરી અને માટલી ફોડવામાં આવે છે, આ માટલીઓ માંથી નીકળતી કાઠલીયો લેવા માટે ગ્રામજનોમાં પડાપડી બોલે છે, લોકમાન્યતા અનુસાર, આ કાઠલીયો અનાજના કોઠારોમાં રાખવાથી અનાજ બગડતું નથી અને અનાજના ભંડાર ભરેલા રહે છે, ત્યારબાદ બળેવા બનેલા ચાર યુવાનો વચ્ચે દોડની હરીફાઈ યોજવામાં આવે છે, આ હરીફાઈમાં પ્રથમ નંબર આવનાર યુવાનને ગ્રામજનો દ્વારા બનાવેલું લાકડાનું હળ પુરસ્કાર રૂપે આપવામાં આવે છે, કાર્યક્રમના અંતે ગ્રામજનોમાં સુખડી ના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.....