મહિલા ઉન્નતિ સંગઠન સંસ્થા દ્વારા મહિલા સન્માન સમારોહ યોજાયો
VADODARA | By Akhand Bharat Team | Published:
મનોરંજન
મહિલા ઉન્નતિ સંગઠન સંસ્થા દ્વારા મહિલા સન્માન સમારોહ યોજાયો
મહિલા ઉન્નતિ સંગઠન સંસ્થા દ્વારા મહિલા સન્માન સમારોહ યોજાયો
વડોદરા, ૨૩ ઓગસ્ટ ૨૦૨૬: મહિલા ઉન્નતિ સંગઠન સંસ્થા દ્વારા ૨૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ વડોદરામાં ભવ્ય મહિલા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરી સમાજમાં યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કડજી કેર એન્ડ રિહેબ, વડોદરાના સંચાલક દર્શના ચાવડાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વડોદરાના મેયર ગીતા બેન મકવાણાના હસ્તે દર્શના ચાવડાને સન્માનપત્ર અને પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો.
કડજી કેર એન્ડ રિહેબ દ્વારા પુનર્વસન, સારવાર અને જરૂરિયાતમંદ લોકોના જીવનમાં નવી આશા ઊભી કરવાની દિશામાં કરવામાં આવતી સેવાઓને ધ્યાનમાં રાખીને દર્શના ચાવડાને આ સન્માન આપવામાં આવ્યું હતું.
પુરસ્કાર સ્વીકારતી વખતે દર્શના ચાવડાએ મહિલા સશક્તિકરણ અને સમાજસેવાના ક્ષેત્રે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પણ મહિલાઓને સમાજના વિકાસમાં વધુ સક્રિય ભૂમિકા ભજવવા પ્રોત્સાહિત કર્યા હતા.
દર્શનાબેન ચાવડાને મળેલા આ સન્માનથી કડજી કેર પરિવાર સાથે સમગ્ર વડોદરાનું ગૌરવ વધ્યું છે. મહિલા ઉન્નતિ સંગઠન સંસ્થા દ્વારા મહિલાઓની પ્રતિભા, સેવા અને સમાજ પ્રત્યેના યોગદાનને બિરદાવવા માટે યોજાયેલ આ સમારોહ પ્રેરણાદાયી બની રહ્યો હતો.