RSS દ્વારા વિસાવદરની વિવિધ સરકારી કચેરીઓમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ | Akhand Bharat Dainik
RSS દ્વારા વિસાવદરની વિવિધ સરકારી કચેરીઓમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ
JUNAGADH | By Akhand Bharat Team | Published:
તહેવાર
RSS દ્વારા વિસાવદરની વિવિધ સરકારી કચેરીઓમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ
RSS દ્વારા વિસાવદરની વિવિધ સરકારી કચેરીઓમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ
વિસાવદર:
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિસાવદર શહેરની વિવિધ સરકારી કચેરીઓમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંઘના સ્વયં સેવકો દ્વારા કચેરીઓના અધિકારીઓ તેમજ કર્મચારીઓને રક્ષાકવચ સમાન રાખડી બાંધીને તેમના ઉજ્જવળ ભવિષ્ય અને સુખ-શાંતિની કામના કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત સંઘ ના પ્રતિનિધિ મંડળમાં જીવરાજભાઈ ઠેસિયા, જગદીશભાઈ અમીપરા, ભાવેશભાઈ વેકરીયા અને હર્ષદભાઈ મુંગલપરા જોડાયા હતા. તેઓએ વિસાવદર મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી તથા પોલીસ સ્ટેશનની રૂબરૂ મુલાકાત લીધી હતી.
કચેરીઓના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સંઘના આ સ્નેહપૂર્ણ ઉત્સવને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો