KACHCHH (KUTCH) | By Akhand Bharat Team | Published:
હેલ્થ
શિકારપુર ગામમાં આરોગ્ય અને આયુર્વેદ કેમ્પ યોજાયો
શિકારપુર ગામમાં આરોગ્ય અને આયુર્વેદ કેમ્પ યોજાયો
શિકારપુર: શિકારપુર ગામમાં આરોગ્ય અને આયુર્વેદ વિભાગના સહયોગથી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ગામના લોકો, તબીબો તેમજ સામખિયાળી પોલીસ સ્ટેશનના સ્ટાફની હાજરી જોવા મળી હતી.
આ કાર્યક્રમમાં ગામના ડોક્ટર નસીબભાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોને આરોગ્ય અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સામખિયાળી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ કાર્યક્રમમાં હાજર રહી ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો.
કેમ્પ દરમિયાન ગ્રામજનોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને તબીબો દ્વારા વિવિધ આરોગ્ય સમસ્યાઓ અંગે જરૂરી સલાહ આપવામાં આવી હતી. આયુર્વેદિક સારવાર, સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલી અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં અન્ય ડોક્ટર સાહેબો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગામમાં યોજાયેલા આ આરોગ્ય કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો અને આવા કાર્યક્રમો સમયાંતરે યોજાય તેવી માંગ પણ કરી હતી.
શિકારપુર જેવા ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યલક્ષી સેવાઓ અને તબીબી માર્ગદર્શન ગ્રામજનો સુધી પહોંચાડવા માટે યોજાયેલો આ કેમ્પ મહત્વપૂર્ણ બની રહ્યો હતો. રિપોર્ટ બાય નકુમ સલીમભાઈ