શ્રી એન. એમ. પટેલ હાઈસ્કૂલ-આંત્રોલી ખાતે રક્ષાબંધનની ઉજવણી
KHEDA | By Akhand Bharat Team | Published:
તહેવાર
શ્રી એન. એમ. પટેલ હાઈસ્કૂલ-આંત્રોલી ખાતે રક્ષાબંધનની ઉજવણી
આંત્રોલી: શ્રી એન. એમ. પટેલ હાઈસ્કૂલ, આંત્રોલી ખાતે રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ભાઈ-બહેનના પ્રેમ, સ્નેહ અને રક્ષણના પવિત્ર બંધનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બહેનોએ ભાઈઓને રાખડી બાંધી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન રક્ષાબંધનના સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમથી શાળામાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. અંતે સૌએ રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.