સિદ્ધપુર સંપ્રદાય ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિનું ભવ્ય સમૂહ જ્ઞાતિ ભોજન યોજાયુંજ્ઞાતિજનોની બહોળી ઉપસ્થિતિ અને અભૂતપૂર્વ ઉત્સાહ સાથે કાર્યક્રમ સંપન્ન
BHAVNAGAR | By Akhand Bharat Team | Published:
તહેવાર
સિદ્ધપુર સંપ્રદાય ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિનું ભવ્ય સમૂહ જ્ઞાતિ ભોજન યોજાયુંજ્ઞાતિજનોની બહોળી ઉપસ્થિતિ અને અભૂતપૂર્વ ઉત્સાહ સાથે કાર્યક્રમ સંપન્ન
તુષાર જોષી,ભાવનગરના નિર્મળનગર ખાતે સિદ્ધપુર સંપ્રદાય ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા બળેવના પવિત્ર પર્વ નિમિત્તે સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા હતા.બળેવના પવિત્ર પ્રસંગે જ્ઞાતિજનો દ્વારા ધાર્મિક પરંપરા મુજબ યજ્ઞોપવિત (જનોઈ) પરિવર્તન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જ્ઞાતિજનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉત્સાહપૂર્વક આર્થિક સેવા-દાન તથા વિવિધ રીતે સહયોગ આપવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી જ્ઞાતિના વિવિધ કાર્યોમાં પોતાનો કિંમતી સમય આપી મૌન સેવા કરનાર સેવાભાવી જ્ઞાતિજનોનો પણ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.કાર્યક્રમની સફળતા અંગે જ્ઞાતિના આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે, “આજનું સમૂહ જ્ઞાતિ ભોજન માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ જ્ઞાતિની એકતા, સહકાર અને સેવા ભાવનાનું સુંદર ઉદાહરણ છે. આજનો કાર્યક્રમ તો માત્ર પ્રોમો (ટ્રેલર) છે; ભવિષ્યમાં જ્ઞાતિજનોનો આવો જ ઉતરોતર સહકાર મળતો રહેશે તો નવા અને વધુ ભવ્ય કાર્યોના રેકોર્ડ પણ જ્ઞાતિજનો જ બનાવશે.”આ સમગ્ર કાર્યમાં આયોજકો પોતાને માત્ર નિમિત્તમાત્ર ગણાવીને આ સફળતાનો શ્રેય સમગ્ર જ્ઞાતિજનોને આપ્યો હતો. જ્ઞાતિજનોની એકતા, ઉત્સાહ, સેવા ભાવના અને સહયોગને આ પ્રસંગે પ્રશંસનીય ગણાવવામાં આવ્યો હતો.કાર્યક્રમના અંતે ભવિષ્યમાં યોજાનારા તમામ જ્ઞાતિના કાર્યોમાં પણ સૌ જ્ઞાતિજનોનો આ જ રીતે સાથ, સહકાર અને સેવા મળી રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.