તહેવારની ખુશીઓ વચ્ચે પણ ૧૦૮ ઇમરજન્સી સેવાનો સ્ટાફ ૨૪ કલાક ફરજ પર ખડેપગે
BOTAD | By Akhand Bharat Team | Published:
હેલ્થ
તહેવારની ખુશીઓ વચ્ચે પણ ૧૦૮ ઇમરજન્સી સેવાનો સ્ટાફ ૨૪ કલાક ફરજ પર ખડેપગે
પારેખ હિતેષભાઈ,બોટાદ જિલ્લામાં ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા પવિત્ર રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રોગ્રામ મેનેજરશ્રી કપિલ સોલંકી તથા જિલ્લા અધિકારીશ્રી યુવરાજસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ ઇમરજન્સી પોઇન્ટ્સ પર ફરજ બજાવતા ૧૦૮ના સ્ટાફે સાથે મળીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી.બોટાદ સિટી, સોનાવાલા (IFT-1 અને IFT-2), પાળીયાદ, રાણપુર, સાળંગપુર, બરવાળા, જાળીલા, ટાટમ, ગઢડા તેમજ ઢસા-૦૧ અને ઢસા-૦૨ સહિત જિલ્લાના તમામ ઇમરજન્સી પોઇન્ટ્સ પર સ્ટાફ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.રક્ષાબંધન જેવા તહેવારો દરમિયાન નાગરિકો પોતાના પરિવારજનો સાથે પર્વની ઉજવણી કરતા હોય છે, ત્યારે અકસ્માતો સહિત વિવિધ ઇમરજન્સી બનાવોમાં સમયસર સારવારની જરૂરિયાત ઊભી થતી હોય છે. આવા સમયે૧૦૮ ઇમરજન્સી સેવા, પોલીસ તથા મેડિકલ ટીમના કર્મચારીઓ પોતાની અંગત ખુશીઓ અને રજાઓને બાજુ પર રાખીને ૨૪ કલાક ખડેપગે રહી નાગરિકોની સેવા કરે છે.નાગરિકોને કટોકટીના સમયે સમયસર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા મળી રહે તથા કોઈપણ દર્દીને સારવાર માટે અગવડતા ન પડે તેવા ઉમદા હેતુથી બોટાદ જિલ્લા ૧૦૮નો સ્ટાફ તહેવારના દિવસે પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યો છે.રક્ષાબંધનના પવિત્ર પર્વે ૧૦૮ ટીમે એકબીજા સાથે ખુશીઓ વહેંચવાની સાથે સેવા એ જ સર્વોચ્ચ કર્તવ્યના ભાવને પણ ઉજાગર કર્યો હતો.