*તખતગઢની બહેનોએ જિલ્લા પોલીસ વડાને રાખડી બાંધી ઉજવ્યો રક્ષાબંધન પર્વ*
સાબરકાંઠા જિલ્લા મથક હિંમતનગર ખાતે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમ, વિશ્વાસ અને રક્ષણના પવિત્ર બંધનનું પ્રતિક સમાન પાવન પર્વ ઉજવાયો, સાબરકાંઠા જિલ્લા પોલીસ મથક (એસ.પી. કચેરી), હિંમતનગર ખાતે એક વિશેષ રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તખતગઢના સખી મંડળ અને મહિલા મંડળની બહેનોએ જિલ્લા પોલીસ વડા માનનીય એસ.પી.શ્રી પૃથ્વીરાજસિંહ ગોહિલ સાહેબને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી.
બહેનોએ રાખડી બાંધીને ભાઈ પ્રત્યેના પ્રેમ, સ્નેહ, વિશ્વાસ અને રક્ષણની ભાવનાને જીવંત કરી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા શ્રી દ્વારા બહેનોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા તેમજ બહેનોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ તંત્ર હંમેશા તત્પર રહેશે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન સખી મંડળ અને મહિલા મંડળની બહેનોએ જિલ્લા પોલીસ વડા શ્રીને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વમાં બહેનની ભાઈ પ્રત્યેની પવિત્ર અને લાગણીસભર ભૂમિકા સુંદર રીતે નિભાવી હતી. આ દૃશ્ય સૌ માટે લાગણીસભર અને યાદગાર બની રહ્યું હતું.
આ સુંદર અને પવિત્ર પ્રસંગને સફળ બનાવવા માટે ઉપસ્થિત રહેલ સખી મંડળ અને મહિલા મંડળ તખતગઢની સર્વ બહેનોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર અને અભિનંદન પાઠવ્યા હતા.