પ્રેસ નોટઅમરેલી (શેડુંભાર) ખાતે નવી GIDC મંજૂર કરવા બદલ રાજ્ય સરકારનો અમરેલીના ઉદ્યોગકારો-વેપારી એસોસિઅશન દ્વારા અભિવાદન અમરેલી,તા.0૪/૦૮/૨૦૨૬:ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાતના રાજ્યમંત્રી અને અમરેલી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકારીયાના સતત અને સફળ પ્રયાસોના પરિણામે અમરેલી જિલ્લાના શેડુંભાર ગામ ખાતે નવી GIDC મંજૂર કરવામાં આવી છે. આ ઐતિહાસિક નિર્ણય બદલ રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે અમરેલી જિલ્લાના વિવિધ ઉદ્યોગ-વેપાર સંગઠનોના પ્રતિનિધિઓએ આજે ગાંધીનગર ખાતે આભાર મુલાકાત યોજી હતી.આ પ્રતિનિધિમંડળમાં GIDC વેપારી એસોસિએશન અમરેલી, અમરેલી વેપારી મંડળ, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ, ઓઈલ મિલ એસોસિએશન, સ્પિનિંગ એસોસિએશન સહિત જિલ્લાના વિવિધ ઉદ્યોગકારો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગાંધીનગર ખાતે પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ રાજ્યમંત્રી અને અમરેલીના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકારીયાનું ખેસ પહેરાવી તથા સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) અર્પણ કરીને અને આભાર પત્ર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉદ્યોગકારોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે શેડુંભાર ખાતે નવી GIDCની સ્થાપનાથી અમરેલી જિલ્લામાં નવા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે, સ્થાનિક યુવાનો માટે રોજગારીની વિશાળ તકો ઊભી થશે અને સમગ્ર જિલ્લાના આર્થિક વિકાસને નવી દિશા મળશે. સાથે જ અમરેલી જિલ્લાને ગુજરાતના અગ્રણી ઔદ્યોગિક જિલ્લાઓમાં સ્થાન અપાવવાના પ્રયાસોને વધુ વેગ મળશે. આ ભાવના અગાઉ મુખ્યમંત્રીશ્રીને પાઠવાયેલા આભારપત્રમાં પણ વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં શેડુંભાર GIDCને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે ઐતિહાસિક નિર્ણય ગણાવવામાં આવ્યો હતો. સાથે જી.આઈ.ડી.સી અમરેલી એસોસિઅશન તરફથી આ નવી બનનાર જી.આઈ.ડી.સી. ને SPECIAL ECONOMIC ZONE (SEZ) તરીકે જાહેર કરવા માટે રજૂઆત કરી હતી જે જાહેર થવાથી ઝડપથી ઉદ્યોગો અને રોજગારી નું સર્જન થઇ શકે. મુલાકાત દરમિયાન રાજ્ય સરકારના પ્રતિનિધિઓ દ્વારા ઉદ્યોગકારોને ખાતરી આપવામાં આવી હતી કે આવનારા સમયમાં અમરેલી જિલ્લાના ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તથા ઉદ્યોગકારોને દરેક તબક્કે સરકારનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે.આ આભાર મુલાકાતમાં અમરેલીના ઉદ્યોગકારો તથા વેપારી મંડળ તથા વિવિધ એસોસિઅશન તરફથી દિનેશભાઈ ડી ભુવા, કનુભાઈ ગોજારીયા, જયવંતભાઈ ફીણાવા, વિઠ્ઠલભાઈ બાંભરોલીયા, જયસુખભાઈ દેસાઈ. કેતનભાઈ સોની, કાળુભાઈ ભંડેરી, અરજણભાઈ શિંગાળા, અનિલભાઈ પાટીદાર, ચતુરભાઈ અકબરી, હરેશભાઈ સાદરાણી, સંજયભાઈ રામાણી, યોગેશભાઈ ગણાત્રા, રાકેશભાઈ સાવલિયા, લાલભાઈ ગઢિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.