કડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું ઉત્સાહભેર સામૂહિક નિહાળ્યુંસુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં બૂથ નંબર 141 ખાતે 200થી વધુ આવાસ યોજનાના લાભાર્થીઓએ કાર્યક્રમ નિહાળ્યો
SURAT | By Akhand Bharat Team | Published:
રાષ્ટ્રીય
કડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું ઉત્સાહભેર સામૂહિક નિહાળ્યુંસુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં બૂથ નંબર 141 ખાતે 200થી વધુ આવાસ યોજનાના લાભાર્થીઓએ કાર્યક્રમ નિહાળ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 137મા એપિસોડનું કડોદરા નગર ભાજપ સંગઠન દ્વારા ઉત્સાહભેર સામૂહિક નિહાળન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. કડોદરા-ચલથાણ નગરપાલિકાના બૂથ નંબર 141 ખાતે આવેલા હનુમાનજી મંદિર હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભરતભાઈ રાઠોડની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો, બૂથના કાર્યકરો તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના 200થી વધુ લાભાર્થીઓ એકત્રિત થયા હતા. સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું સંબોધન ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમને લઈને સમગ્ર દેશમાં લોકોમાં ઉત્સાહ જોવા મળે છે. કડોદરા ખાતે બૂથ સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકા સંગઠનના આગેવાનો, કાર્યકરો તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે મળીને આ પ્રેરણાદાયી કાર્યક્રમ નિહાળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ના માધ્યમથી દેશના વિવિધ વિસ્તારોમાં થઈ રહેલી નવીન અને પ્રેરણાદાયી કામગીરી, ઇનોવેટિવ વિચારો તથા શ્રેષ્ઠ પ્રયાસોને દેશવાસીઓ સુધી પહોંચાડે છે. આવા પ્રયાસોથી સામાન્ય નાગરિકોને પ્રેરણા મળે છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની ભાવના મજબૂત બને છે.
કાર્યક્રમ બાદ ઉપસ્થિત ભાજપના આગેવાનો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અંગે લાભાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. યોજનાઓના લાભ, તેની પ્રક્રિયા અને સરકારની વિવિધ જનહિતલક્ષી કામગીરી અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, કડોદરા નગર ભાજપ સંગઠન પ્રમુખ કિરણભાઈ પરમાર, કડોદરા-ચલથાણ સહિત ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપના કાર્યકરો તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ‘મન કી બાત’ના સામૂહિક નિહાળન સાથે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે લોકો સુધી માહિતી પહોંચાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.