બોરસદ થી સોમનાથનો પવિત્ર શ્રાવણ માસમાં 500શ્રદ્ધાળુઓ સાથે નીકળ્યો પ્રવાસ
ANAND | By Akhand Bharat Team | Published:
ધર્મ
બોરસદ થી સોમનાથનો પવિત્ર શ્રાવણ માસમાં 500શ્રદ્ધાળુઓ સાથે નીકળ્યો પ્રવાસ
500 જેટલા શ્રદ્ધાળુઓ અને 15 લકઝરી બસ લઈ બોરસદ થી સોમનાથ મંદિર અને કાગવડ ખોડલધામ મંદિર એ પવિત્ર શ્રાવણમાસમાં દર્શન કરવા માટે પ્રવાસ નિકળ્યો.જેનું પ્રસ્થાન બોરસદ ની વાસદ ચોકડી એ આવેલ મહારાણા પ્રતાપજીની પ્રતિમાને ફુલહાર ચઢાવીને કરવામાં આવ્યો. ભક્તો ઘ્વારા ધ્વજા સાથે ગરબા રમવામાં આવ્યા. પ્રવાસના આયોજક વિજયસિંહ રાજ,પ્રતાપસિંહ ગોહેલ અને મેહુલભાઈ પટેલ ઘ્વારા ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું તેવું પત્રકારમિત્રોને જાણવામાં આવ્યું હતું.થોડા દિવસો પહેલા પણ આયોજકો ઘ્વારા બોરસદ થી કોયલા ડુંગર પ્રવાસનું આયોજન કરાયું હતું. આ પ્રવાસમાં બોરસદ અને બોરસદ તાલુકાના આસપાસના ગામોમાંથી શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ પ્રવાસ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો - અખંડ ભારત