અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં નવીન સરકારી પુસ્તકાલયનો શુભ આરંભ થયો
ARVALLI | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં નવીન સરકારી પુસ્તકાલયનો શુભ આરંભ થયો
અરવલ્લી જિલ્લા ના નવીન તાલુકા માં રવિવારના રોજ શામળાજી સર્વોદય આશ્રમ ખાતે ખાતે સરકારી તાલુકા પુસ્તકાલયનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું.આ લોકાર્પણ કાર્યક્રમ માન. રાજ્યકક્ષાના મંત્રીશ્રી પૂનમચંદ સી. બરંડા (આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ) ના વરદ હસ્તે સંપન્ન થયો.આ પુસ્તકાલયના શુભ આરંભથી શામળાજી, ભિલોડા, મોડાસા પંથકના વિદ્યાર્થીઓ, યુવાનો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ (UPSC, GPSC, PSI, કોન્સ્ટેબલ) ની તૈયારી કરતા ઉમેદવારોને મોટો લાભ મળશે.આ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો, અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.