ભલાડા–મઘરોલ રોડ હજુ પણ પાણીમાં ગરકાવ, વાહનવ્યવહાર બંધ
KHEDA | By Akhand Bharat Team | Published:
હવામાન
ભલાડા–મઘરોલ રોડ હજુ પણ પાણીમાં ગરકાવ, વાહનવ્યવહાર બંધ
વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં માતર તાલુકાના ભલાડા ગામ અને આસપાસના વિસ્તારોમાં પાણીની સ્થિતિ યથાવત્ છે. ભલાડા–મઘરોલ રોડ પર હજુ પણ પાણી ભરાયેલા હોવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ છે.
આસપાસના અનેક ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયેલા છે અને પાણીનો નિકાલ ન થતાં ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા સંબંધિત તંત્રને પાણીના ઝડપી નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.