બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં 13 નવી ગ્રામ પંચાયતો ની મંજૂરી.
BANASKANTHA | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં 13 નવી ગ્રામ પંચાયતો ની મંજૂરી.
દાંતા તાલુકામાં વહીવટી સરળતા અને ગ્રામ પંચાયતો થી દૂર આવેલ ગામડાઓના વિકાસ ઝડપી બને તે માટે જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા દાંતા તાલુકાની મૂળ ગ્રામ પંચાયતો માંથી 13 નવી ગ્રામ પંચાયતોની રચના કરવા મંજૂરી આપતો ઠરાવ પસાર કર્યો છે. દાતા તાલુકામાં નવી 13 ગ્રામ પંચાયતો માં મૂળ વશી પંચાયતમાંથી ધરેડા અને પીપળા વાળી વાવ, વેલવાડા માંથી હેડો, લોટોલ મોથી સેકડા, નાનાસડા મોથી ટોડા, વિજાસણમાંથી ઘંટોડી, સોલસંડા માંથી પૃથ્વીરાજ ગઢ, કણબીયાવાસમાંથી માળ, કુંડેલ માંથી પાણોદરા, જશવંતગઢ (ભે) માંથી અડેરણ, ગોરાડ માંથી ચોરાસણ, રંગપુરમાંથી કોટીવાસ, તથા બારવાસમાંથી ચોકીબાર નવી ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવશે. આમ આ નવી ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવવાથી વહીવટી કામગીરી સરળ અને ઝડપી બનશે ગામ લોકોને દાખલા સરકારી યોજનાઓનો લાભ સરકારી કામકાજ માટે દૂર ગ્રુપપંચાયત સુધી લંબાવવું નહીં પડે. ઉપરાંત આ પંચાયતો અલગ થવાથી તેમની અલગ ગ્રાન્ટ ફાળવવામાં આવશે જેનાથી ગામડાઓના રોડ રસ્તા પાણી સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ વધારો થશે અને લોકોનું જીવન ધોરણ સુધરશે.