બોરસદની પ્રીતિ જોશીએ ગોવામાં યોજાયેલી ‘Aura On The Ramp’ સ્પર્ધામાં 1st Runner-Upનું ટાઇટલ જીત્યું
ANAND | By Akhand Bharat Team | Published:
રમતજગત
બોરસદની પ્રીતિ જોશીએ ગોવામાં યોજાયેલી ‘Aura On The Ramp’ સ્પર્ધામાં 1st Runner-Upનું ટાઇટલ જીત્યું
ગોવામાં તા. 14, 15 અને 16 ઓગસ્ટ, 2026ના રોજ યોજાયેલા પ્રતિષ્ઠિત પેજન્ટ શો “Aura On The Ramp – At Goa”માં સૈનિક પરિવારની પ્રીતિ જોશીએ પોતાની હાજરી નોંધાવી અને સ્પર્ધાની મિસ કેટેગરીમાં 1st Runner-Upનું ટાઇટલ જીતી સૈનિક સમુદાય તથા સમગ્ર બોરસદ અને આણંદનું નામ રોશન કર્યું.બોરસદમાં રહેતી અને મૂળ નિસરાયાની પ્રીતિ જોશીના પિતા પંકજકુમાર રમેશચંદ્ર જોશી ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા. પિતાના અવસાન બાદ પ્રીતિ જોશીએ પોતાના આત્મબળથી આગળ આવી પોતાની આગવી ઓળખ બનાવી છે.ફેશન અને મોડેલિંગ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી રહેલી પ્રીતિ જોશીએ આ સ્પર્ધામાં આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ તથા રેમ્પ વોક દ્વારા પોતાની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. વિવિધ રાઉન્ડમાં ઉત્કૃષ્ટ રજૂઆત બાદ તેમણે “Miss Aura On The Ramp 2026 – 1st Runner-Up”નું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આ સમગ્ર પેજન્ટ શોનું આયોજન અમદાવાદ સ્થિત જય ત્રિવેદી અને પ્રતિક પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. વિવિધ વિસ્તારોમાંથી આવેલા પ્રતિસ્પર્ધીઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં પ્રીતિ જોશીની આ સિદ્ધિ તેમના માટે વધુ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન બની છે.અગાઉ પણ પ્રીતિ જોશી “Miss Epic Gujarat 2025”નો ખિતાબ જીતી ચૂકી છે. મોડેલિંગ ક્ષેત્રે આગળ વધી રહેલી પ્રીતિની આ સિદ્ધિ તેમની કારકિર્દીમાં વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ બની છે.