ઢાંકવળ ગામે 80મા સ્વાતંત્ર્ય પર્વે 'ઉજાસ ગ્રામ વિકાસ સમિતિ'નો શુભારંભ
VALSAD | By Akhand Bharat Team | Published:
મનોરંજન
ઢાંકવળ ગામે 80મા સ્વાતંત્ર્ય પર્વે 'ઉજાસ ગ્રામ વિકાસ સમિતિ'નો શુભારંભ
મયુર મોકાશી: ધરમપુર તાલુકાના ઢાંકવળ ગામે 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગથી 'ઉજાસ ગ્રામ વિકાસ સમિતિ'નો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગામના સર્વાંગી વિકાસ અને લોકભાગીદારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આ સમિતિની રચના કરવામાં આવી છે.કાર્યક્રમ દરમિયાન સમિતિની કામગીરી, તેના હેતુઓ અને આગામી પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી ગ્રામજનોને આપવામાં આવી હતી. આ અવસરે શાળાના વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત ગ્રામજનોમાં ભારતના સંવિધાનના આમુખમાં રહેલા પાયાના મૂલ્યો જેવા કે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા અંગે વિશેષ જાગૃતિ ફેલાવવામાં આવી હતી.આ પહેલના માધ્યમથી શિક્ષણ, આરોગ્ય, મહિલા તથા યુવા ભાગીદારી વધારવા, સરકારી યોજનાઓનો લાભ અપાવવા અને ગામના સર્વાંગી વિકાસ માટે સામૂહિક પ્રયાસોને મજબૂત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.