*ડીસા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ (NSS) વિભાગ દ્વારા એક પ્રશંસનીય અને ભાવસભર પહેલ કરવામાં આવી *
BANASKANTHA | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
*ડીસા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ (NSS) વિભાગ દ્વારા એક પ્રશંસનીય અને ભાવસભર પહેલ કરવામાં આવી *
રિપોર્ટર સોલંકી દલપતસિંહ
તા.29/08/2026
ગામ ડીસા
તા ડીસા
જી બનાસકાંઠા
માનવીય મૂલ્યો અને સંસ્કારોના જતન માટે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, ડીસાના આચાર્ય ફાધર રાજની પ્રેરણાથી રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા એક પ્રશંસનીય અને ભાવસભર પહેલ કરવામાં આવી છે. શાળાના NSS વિભાગ દ્વારા આજે તારીખ ૨૯ ઓગસ્ટના રોજ સવારે ૮:૦૦ થી ૧૧.૩૦ વાગ્યા સુધી "દીકરાનું ઘર", ડીસા ખાતે એક વિશેષ "માતૃ-પિતૃ વંદના અને પિતૃ વંદના કાર્યક્રમ" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં વડીલો પ્રત્યે આદરભાવ જાગે અને સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા હેતુ સાથે આ આયોજન કરાયું હતું
આ ગરિમામય કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠાના શ્રેષ્ઠ સાહિત્યકાર શ્રી કનુભાઈ આચાર્ય સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુખ્ય મહેમાન તરીકે શ્રી નાથાલાલ ભાઈ બ્રહ્મક્ષત્રિય સાહેબ, શ્રી મહેશભાઈ ભટ્ટ સાહેબ અને શ્રી ચંદુભાઈ એટીડી સાહેબ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી . સમગ્ર કાર્યક્રમમાં 'સેવન સ્ટાર ગ્રુપ' તરફથી પણ ખૂબ જ પ્રશંસનીય અને સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો.
કાર્યક્રમ દરમિયાન ભારે ભાવુક અને ભક્તિમય દૃશ્યો સર્જાયા હતા. શાળાના વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું કુમકુમ તિલક અને આરતી ઉતારી ભાવપૂર્વક પૂજન કર્યું હતું અને વડીલો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી આ અવસરે એક વિશેષ અને હૃદયસ્પર્શી ક્ષણ ત્યારે જોવા મળી જ્યારે "દીકરાનું ઘર" વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોએ પણ ઉપસ્થિત રહીને તમામ બાળકોને પોતાના હૃદયપૂર્વકના આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત વડીલો અને અતિથિ વિશેષો દ્વારા શાળાના વિદ્યાર્થીઓ તેમજ NSS ના સ્વયંસેવકોને દેશસેવા, વડીલોની સેવા અને સંસ્કારયુક્ત જીવન જીવવા અંગેનું સરસ મજાનું પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું
સમગ્ર પ્રોગ્રામ નુ સ્ટેજ હેન્ડલિંગ લક્ષમણભાઇ દેસાઈ સાહેબ શ્રી એ સંભાળ્યું હતું. અખંડ ભારત.