ડો.નિરવ પટેલ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારના લોકોના વિવિધ વેરાઓ માફ કરવા સરકાર સમક્ષ રજૂઆત.દક્ષિણ ગુજરાતમાં આવેલ સદીના મહાવિનાશક પુરમાં અનેક લોકોના ઘરો,જાનમાલના કિંમતી સામાન સહીત જંગી નુકસાન થયેલ હતું અને અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવા પડ્યો હતો તેની સામે નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં માત્ર 6850 રૂપિયાનું વળતર ઊંટના મોઢામાં જીરું મુકવા બરાબર હોવાની વાતો પૂરપીડિતો આક્રોશ સાથે જણાવી રહ્યા છે.આ બાબતે ખેરગામના યુવાઆગેવાને સરકાર સમક્ષ માંગ ઉઠાવતા જણાવ્યું છે કે સરકારે છીપવાડ,
NAVSARI | By Akhand Bharat Team | Published:
હવામાન
ડો.નિરવ પટેલ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારના લોકોના વિવિધ વેરાઓ માફ કરવા સરકાર સમક્ષ રજૂઆત.દક્ષિણ ગુજરાતમાં આવેલ સદીના મહાવિનાશક પુરમાં અનેક લોકોના ઘરો,જાનમાલના કિંમતી સામાન સહીત જંગી નુકસાન થયેલ હતું અને અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવા પડ્યો હતો તેની સામે નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં માત્ર 6850 રૂપિયાનું વળતર ઊંટના મોઢામાં જીરું મુકવા બરાબર હોવાની વાતો પૂરપીડિતો આક્રોશ સાથે જણાવી રહ્યા છે.આ બાબતે ખેરગામના યુવાઆગેવાને સરકાર સમક્ષ માંગ ઉઠાવતા જણાવ્યું છે કે સરકારે છીપવાડ,
ડો.નિરવ પટેલ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારના લોકોના વિવિધ વેરાઓ માફ કરવા સરકાર સમક્ષ ઇમેઇલ દ્વારા રજૂઆત.દક્ષિણ ગુજરાતમાં આવેલ સદીના મહાવિનાશક પુરમાં અનેક લોકોના ઘરો,જાનમાલના કિંમતી સામાન સહીત જંગી નુકસાન થયેલ હતું અને અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવા પડ્યો હતો તેની સામે નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં માત્ર 6850 રૂપિયાનું વળતર ઊંટના મોઢામાં જીરું મુકવા બરાબર હોવાની વાતો પૂરપીડિતો આક્રોશ સાથે જણાવી રહ્યા છે.આ બાબતે ખેરગામના યુવાઆગેવાને સરકાર સમક્ષ માંગ ઉઠાવતા જણાવ્યું છે કે સરકારે છીપવાડ,બીલીમોરા સહીતના દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોનું નુકસાન ધ્યાને લઇ આપવામાં આવેલ સહાયમાં સહાનુભૂતિપૂર્વક વધારો કરવો જોઈએ અને આ વર્ષના વિવિધ વેરાઓ માફ કરી દેવા જોઈએ ઉપરાંત દક્ષિણ ગુજરાતના તમામ પૂરગ્રસ્ત આદિવાસી ગામોનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરીને Permanent Flood Mitigation Plan તૈયાર કરવામાં આવે તેમજ દરેક પૂરપ્રવણ ક્લસ્ટરમાં કાયમી Flood Relief & Rehabilitation Centre (પૂર આશ્રય કેન્દ્ર) બનાવવામાં આવે તેમજ તમામ નીચાણવાળા ગામોને ઊંચા રસ્તા (Raised Roads) અને સર્વઋતુ માર્ગોથી જોડવામાં આવે તેમજ નદી-નાળા પર જરૂરી સ્થળોએ નવા પુલ અને Causewayને ઊંચા બનાવવામાં આવે તેમજ ગામ દીઠ કાયમી રેસ્ક્યૂ બોટ, લાઇફ જેકેટ, સેટેલાઇટ કોમ્યુનિકેશન અને તાલીમપ્રાપ્ત સ્થાનિક રેસ્ક્યૂ ટીમની વ્યવસ્થા કરવામાં આવે તેમજ પૂર બાદ 15 દિવસની અંદર નુકસાનનું ડિજિટલ સર્વે કરીને પારદર્શક રીતે વળતર ચૂકવવામાં આવે તેમજ ભારે વરસાદ દરમિયાન આદિવાસી વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક અને વીજ પુરવઠો સતત ચાલુ રહે તે માટે ખાસ યોજના અમલમાં મુકવામાં આવે તેમજ દરેક પૂરપ્રવણ આદિવાસી ગામ માટે પૂર્વચેતવણી (Early Warning System) સ્થાપિત કરવામાં આવે તેમજ દર વર્ષે માત્ર સ્થળાંતર કરવાની જગ્યાએ લાંબા ગાળાના પૂર નિયંત્રણ માટે રાજ્ય સ્તરે વિશેષ બજેટ ફાળવવામાં આવે તેમજ છેલ્લા પાંચ વર્ષમાં વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને સુરત જિલ્લાના પૂરપ્રવણ વિસ્તારોમાં કરાયેલા કાયમી કામોની સમીક્ષા કરવા ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવે કારણકે આદિવાસી વિસ્તારોમાં દર વર્ષે એકસરખી પરિસ્થિતિ સર્જાય છે.તેથી માત્ર તાત્કાલિક રાહત પૂરતી નથી,કાયમી અને ટકાઉ ઉકેલ જરૂરી છે.