*ધોળકામાં “ફેમિલી હેલ્થ ફોરમ”નું સફળ આયોજન ગવર્નર શ્રી ગિરવાન મહેતાની વિશેષ ઉપસ્થિતિ*
Special Olympics Bharat – Gujarat દ્વારા Lions Clubs International Foundationના સહયોગથી ધોળકાના કાલિકુંડ ખાતે “ફેમિલી હેલ્થ ફોરમ”નું સુંદર અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો તથા તેમના પરિવારોમાં આરોગ્ય જાગૃતિ, સ્વાસ્થ્ય, નિવારક આરોગ્યસેવા, કાઉન્સેલિંગ અને પરિવારના સશક્તિકરણ અંગે જાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં Lions Clubs International District 3232B1ના District Governor શ્રી ગીરવન મહેતા મુખ્ય મહેમાન તથા શ્રી માર્ગેશભાઈ મોદી, ટ્રસ્ટી – શિક્ષણપ્રચાર મંડળ, વિભૂતિબેન મહેતા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.ફ્રીડમ ડે કેર સેન્ટર, ધોળકાના દિવ્યાંગ બાળકો દ્વારા સુંદર અને ભાવસભર પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. બાળકોની નિર્દોષતા અને આત્મવિશ્વાસ સાથેની આ પ્રાર્થનાએ સૌના હૃદયને સ્પર્શી લીધા હતા.
આ પ્રસંગે ડૉ. અનુરાધા માંગલિક તથા ડૉ. હિરેન દવે દ્વારા આરોગ્ય અને પરિવારના સ્વાસ્થ્ય અંગે સુંદર તથા ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ મીનાક્ષી પંડ્યા તથા છાયાબેન દ્વારા “Family Health Forum”ના હેતુ અને મહત્વ અંગે સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં શ્રી તુષાર જોગલેકર, Sports Director – Special Olympics Bharat Gujarat તથા દેવાંગી દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત તમામ મહાનુભાવોનું બુકે અર્પણ કરી દિવ્યાંગ બાળકોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકોની સહભાગિતાએ કાર્યક્રમને વધુ ભાવસભર અને વિશિષ્ટ બનાવ્યો હતો.
વિશિષ્ટ બાળકોના વાલીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ શ્રી ભાવિનકુમાર પરમાર દ્વારા Lions Clubs International Foundation, Special Olympics Bharat – Gujarat, ઉપસ્થિત મહાનુભાવો, ડૉક્ટરો, માર્ગદર્શકો, શિક્ષકો, વાલીઓ તથા તમામ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ ફેમિલી હેલ્થ ફોરમ દ્વારા વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો તથા તેમના પરિવારોને આરોગ્ય અને સર્વાંગી વિકાસ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન મળ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળ અને ઉપયોગી રહ્યો હતો.
રીપોર્ટ:- સહદેવસિંહ સિસોદીયા