ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ પર પ્રતિબંધ, અરવલ્લીમાં અમલવારી જરૂરી
ARVALLI | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ પર પ્રતિબંધ, અરવલ્લીમાં અમલવારી જરૂરી
આજે ગુજરાત સરકાર દ્વારા લોકોના આરોગ્યને જોખમમાં મૂકતાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વપરાશ, વેચાણ,પરિવહન કે સંગ્રહ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, આ અગાઉ મહારાષ્ટ્ર સરકારે પણ પ્રતિબંધ મૂકી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી એક ટીપુ દૂધ વાપર્યા વગર નકલી પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન થકી માલામાલ થઇ જતા લોકોને તમાચો માર્યો હતો, હવે ગુજરાત તેમાં જોડાયું છે પણ રાજસ્થાનની સરહદ રતનપુરથી શરૂ કરી બાયડના કાવઠ સુધી ફેલાયેલી હાઇવે પરના ઢાબા અને હોટલોમાં તપાસ કરી, દંડનીય કાર્યવાહી થશે કે પછી હપ્તારાજમાં બધું લોલમલોલ ચાલતું રહેશે એ સમય બતાવશે.