હાલોલ ટીંબી ચોકડી પાસે નાકાબંધી કરી વિદેશી દારૂ ભરેલ ગાડી પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પંચમહાલ-ગોધરા.
PANCHMAHAL | By Akhand Bharat Team | Published:
અપરાધ
હાલોલ ટીંબી ચોકડી પાસે નાકાબંધી કરી વિદેશી દારૂ ભરેલ ગાડી પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પંચમહાલ-ગોધરા.
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક
શ્રી વિધિ ચૌધરી સાહેબ એ પોલીસ અધિક્ષક શ્રી, ડૉ. હરેશભાઈ દુધાત સાહેબ ને પંચમહાલ જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી, એ.બી.વોરા એલ.સી.બી. ગોધરા નાએ એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી રેઇડો કરવા સુચના કરેલ.
જે સુચના મુજબ કેતનકુમાર દેવરાજભાઈ ને બાતમીદારથી માહીતી મેળવેલ કે, પાવાગઢ રોડ તરફથી એક સફેદ કલરની નંબર વગરની એકસ.યુ.વી પ૦૦ ફોર વ્હીલર ગાડી શંકાસ્પદ આવે છે. તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે શ્રી એચ.આર.જેતાવત પો.સ.ઈ. એલ.સી.બી. ગોધરા તથા એલ.સી. બી.સ્ટાફના માણસો સાથે હાલોલ ટીંબી ચોકડી ઉપર નાકાબંધી કરતા બાતમી મુજબની સફેદ કલરની નંબર વગરની એકસ.યુ.વી ૫૦૦ ફોર વ્હીલર ગાડી શંકાસ્પદ આવતા જણાતા ગાડીને ઉભી રાખવા ઇશારો કરતા ગાડીના ચાલક તેની ગાડી ઉભી રાખેલ નહી અને હાલોલ તરફ ભાગવા લાગેલ જેથી તેનો પીછો કરતા કાર ચાલક હાલોલ ગાયત્રી મંદિરથી સુલતાનપુરા ગામ તરફ જતા અંતરીયાળ રસ્તે ગાડી વાળી દિધેલ અને આગળ રસ્તો પુરો થઇ જતા કારનો ચાલક ગાડી છોડી નાસવા જતા તેનો પીછો કરી તેને પકડી પાડેલ આ એકસ.યુ.વી.ગાડીમાં તપાસ કરતા
(૧) ગોવા સ્પિરીટ વીસ્કીના કવાટરીયા નંગ- ૧૭૦૦ કિ.રૂ.૩,૭૯,૧૦૦/-
(૨) માઉન્ટસ ૬૦૦૦ બીયરના ટીન નંગ- ૮૬૪ કિ.રૂ.૨,૬૫, ૨૪૮/-
(૩) લંડન પ્રાઇડ પ્રિમીયમ વીસ્કીના કવાટરીયા નંગ-૧૯૨ કિ.રૂ.૫૪,૩૩૬/-
(૪) એકસ.યુ.વી ૫૦૦ ગાડી નંબર વગરની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી આવેલ. આ ગુનામાં બે આરોપી નામે કનૈયાલાલ ઉર્ફે ગણેશ કાગડાભાઈ રાઠવા રહે. જાંબુડી રોડ સાહીપાર્ક સોસાયટી હાલોલ તા.હાલોલ જી.પંચમહાલ અને
સહ આરોપી મોહસીન મુસ્તાક શેખ રહે.મોઘાવાડા પાવાગઢ રોડ હાલોલ તા.હાલોલ જી.પંચમહાલ ની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી હાલોલ રૂરરૂ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે