હોમિયોપેથીક દવા લેવાથી કોઈ આડઅસર થતી નથી તેમજ હોમિયોપેથીક દવાઓ લાંબા સમય સુધી લેવાથી જટિલ રોગોમાં પણ ફાયદો થાય છે
KACHCHH (KUTCH) | By Akhand Bharat Team | Published:
હેલ્થ
હોમિયોપેથીક દવા લેવાથી કોઈ આડઅસર થતી નથી તેમજ હોમિયોપેથીક દવાઓ લાંબા સમય સુધી લેવાથી જટિલ રોગોમાં પણ ફાયદો થાય છે
હોમિયોપેથીક દવા લેવાથી કોઈ આડઅસર થતી નથી તેમજ હોમિયોપેથીક દવાઓ લાંબા સમય સુધી લેવાથી જટિલ રોગોમાં પણ ફાયદો થાય છે
માંડવીના સેવામંડળમાં શનિવારે યોજાયેલા હોમિયોપેથિકના નિઃશુલ્ક કેમ્પનો ૯ ગામના કુલ ૧૧૪ લોકોએ લાભ લીધો
માંડવીના સેવામંડળ અને ભુજના રામકૃષ્ણ મઠના સંયુક્ત ઉપક્રમે, માંડવીના સેવામંડળના દવાખાનામાં મંછારામ બાપુના વાડા (ભીડ બજાર) માં ૨૨મી ઓગસ્ટને શનિવારના સવારના ૯ થી ૧ વાગ્યા દરમ્યાન હોમિયોપેથિક નિદાન અને સારવારનો ૨૭મો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં માંડવી શહેર ઉપરાંત ઢીંઢ, શિરવા, મસ્કા, નાગલપુર, મોટા લાયજા, મેરાઉ, માધાપર (તા.ભુજ) અને જામનગર સહિત ૯ ગામના કુલ ૧૧૪ લોકોએ લાભ લીધો હતો.
ડો.મનોજભાઈ માકાણી (એમ.ડી.) એ જણાવ્યું હતું કે, હોમિયોપેથીક દવા લેવાથી કોઈ આડઅસર થતી નથી તેમજ હોમિયોપેથીક દવાઓ લાંબા સમય સુધી લેવાથી જટિલ રોગોમાં પણ ફાયદો થાય છે. બીજી દવાઓ ચાલુ હોય તો પણ હોમિયોપેથિક દવાઓ લઈ શકાય છે.
આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં ડો.મનોજભાઈ માકાણી, ડો.ઉષાબેન ભાલીયા, ડો.પ્રિયંકાબેન ઝાલા, ડો.નેહલભાઈ પટેલ અને ચાંદનીબેન ઝાલા દ્વારા ૧૧૪ દર્દીઓનું નિદાન કરીને યોગ્ય માર્ગદર્શન આપેલ હતું. આ કેમ્પનો લાભ લેનાર તમામ ૧૧૪ દર્દીઓને એક માસની દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, માંડવીના સેવામંડળમાં દર મહિનાના ચોથા શનિવારે સવારના ૯ થી ૧ વાગ્યા દરમ્યાન હોમીયોપેથીક નિદાન અને સારવારનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજવામાં આવે છે.
આ કેમ્પને સફળ બનાવવા સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહ તેમજ સંસ્થાના ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટીઓ સર્વશ્રી ભગવતીપ્રસાદ મોથારાઈ, ચંદ્રેશભાઇ શાહ, જયેશભાઈ જી. શાહ, ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ મણીલાલ શાહે જહેમત ઉઠાવી હતી. સેવામંડળના સ્ટાફના દીપકભાઈ સોની, રમેશભાઈ ઓધવાણી, અને શ્રીમતી રેખાબેન સોની કેમ્પમાં સહયોગી રહ્યા હતાં.
રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ