જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર ગામે શંકાસ્પદ ભેળસેળયુક્ત નકલી દૂધ બનાવતા લોકો પર રાજકોટ રેન્જ પોલીસે મોટી તવાઈ બોલાવી છે. રાજકોટ રેન્જ ડીઆઈજી (DIG) શ્રી નિર્લિપ્ત રાયની સૂચના અને પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે હરીપર ગામે ૬ અલગ-અલગ શંકાસ્પદ રહેણાંક મકાનો અને ડેરીઓ પર અચાનક દરોડા પાડીને આ મોટા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે.
પોલીસના આ દરોડા દરમિયાન ૭,૧૫૦ લીટર જેટલું શંકાસ્પદ દૂધ, ૧૨૦ કિલો વનસ્પતિ ઘી અને ૧૫ કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આ ગોરખધંધાની જાણ ફૂડ સેફ્ટી વિભાગને કરાતા, અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને દૂધના જરૂરી સેમ્પલ લીધા હતા.
માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને કોઈ નુકસાન ન થાય તે માટે પોલીસે જપ્ત કરેલા આ તમામ શંકાસ્પદ દૂધ અને ભેળસેળ કરવાના જથ્થાનો સ્થળ પર જ નાશ કરી દીધો હતો. હાલ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આ તમામ નકલી દૂધના ધંધાર્થીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી .