CHHOTA UDAIPUR | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
કેલદરા ગામે સરકારી યોજનાઓ માટેનો કેમ્પ યોજાયો
તા. 29.08.2026 ના રોજ : દિશા ડોન બોસ્કો, કવાંટ દ્વારા કેલદરા ગામે ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી સરકારી યોજના અંગેનો માર્ગદર્શન તથા સહાય કેમ્પ યોજાયો હતો.
કેમ્પ દરમિયાન ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. પાત્ર લાભાર્થીઓને યોજનાઓ માટે જરૂરી દસ્તાવેજો, અરજી પ્રક્રિયા તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ જરૂરી ફોર્મ ભરવા, દસ્તાવેજોની ચકાસણી તથા ઓનલાઈન કામગીરીમાં પણ સહાય કરવામાં આવી હતી.
કેમ્પમાં ગ્રામજનોને રેશનકાર્ડ કેવાયસી,વૃદ્ધાવસ્થા પેન્શન કેવાયસી,વિધવા સહાય કેવાયસી,તેમજ કૃષિ વૈવિધ્યકારણ યોજના અંતર્ગત રવિપાકના ફોર્મ ખેડૂતોના ભર્યા હતા તેમજ સરકારી કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
દિશા ડોન બોસ્કોની ટીમ દ્વારા ગ્રામજનોને સરકારી યોજનાઓની માહિતી તેમના ગામ સુધી પહોંચાડવા અને પાત્ર લાભાર્થીઓને યોજનાનો લાભ અપાવવા માટે જરૂરી સહયોગ આપવામાં આવ્યો હતો. કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.
આ પ્રકારના કેમ્પના આયોજનથી ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ પરિવારોને સરકારી યોજનાઓ સાથે જોડાવા માટે સરળતા રહે છે અને સરકારી સેવાઓ અંગે જાગૃતિ વધે છે.