ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ.૧૭૦ કીંમત ૩૫,૦૪૦ /- તથા મારૂતિ કંપનીની ઇકો ગાડી કિ. રૂ. ૨,૭૫,૦00/- તથા સેમસંગ કંપનીનો મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/-મળી કુલ કિંમત રૂ. ૩,૨૦,૦૪૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ખેડબ્રહ્મા પોલીસ..
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
અપરાધ
ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ.૧૭૦ કીંમત ૩૫,૦૪૦ /- તથા મારૂતિ કંપનીની ઇકો ગાડી કિ. રૂ. ૨,૭૫,૦00/- તથા સેમસંગ કંપનીનો મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/-મળી કુલ કિંમત રૂ. ૩,૨૦,૦૪૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ખેડબ્રહ્મા પોલીસ..
જે દરમ્યાન ડી.વી.હડાત પોલીસ ઇન્સ્પેકટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રાજસ્થાનના કોટડા છાવણીથી એક સિલ્વર કલરની ઇકોગાડી નંબર-જી.જે.૦૭.ડી.બી.૨૧૮૦ માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લઇને ખેડબ્રહ્મા તરફ આવનાર છે તેવી બાતમી હકીકત આધારે અમો ટીમ સાથે મેત્રાલ ગામના ત્રણ રસ્તા ઉપર નાકાબંધી કરી વોચ તપાસમાં હતા અને વાહન ચેકીંગ કરતા હતા દરમ્યાન ઉપરોક્ત વર્ણનવાળી ગાડી આવતા તેને ઉભી રખાવતા સદરી ગાડીના ચાલકે પોતાની ગાડી ઉભી રાખેલ જે ગાડીનું ચેકીંગ કરતા ગાડીના આગળના ભાગનું બોનેટ ખોલી તપાસ કરતા બોનેટના અંદરના ભાગે કાગળમાં વિટાળેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો તથા બીયર ફુલ બોટલ નંગ ૧૭૦ જેની કીંમત રૂપીયા કિ.રૂ.૩૫,૦૪૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા ઇકો ગાડીની કીંમત રૂ.૨,૭૫,૦૦૦/- તથા સેમસંગ કંપનીના મોબાઇલની કિંમત રૂ.૧૦,૦૦૦/- ની મળી કુલ રૂ. ૩,૨૦,૦૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપી આદમભાઇ રસુલભાઇ મનસુરી રહે.રોયલ રેસીડેન્સી મકાન નં.૧૬૩ વિજાપુર રોડ હિંમતનગર વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ખેડબ્રહ્મા પોલીસ..