ખોરજ ગામમાં જોગણીમાતાના મંદિર પાસે ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: ચાર શખ્સો મુદ્દામાલ સાથે ઝડપાયા
GANDHINAGAR | By Akhand Bharat Team | Published:
અપરાધ
ખોરજ ગામમાં જોગણીમાતાના મંદિર પાસે ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: ચાર શખ્સો મુદ્દામાલ સાથે ઝડપાયા
ગાંધીનગર જીલ્લાના અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખોરજ ગામના હુડકો વિસ્તારમાં જોગણીમાતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પોતાના અંગત ફાયદા માટે ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની ગુપ્ત બાતમી પોલીસને મળી હતી. આ સચોટ માહિતીના આધારે અડાલજ પોલીસની ટીમે બે સ્થાનિક પંચોને સાથે રાખીને ઘટનાસ્થળે ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પર ઘેરાબંધી કરીને જુગાર રમી રહેલા ચાર શખ્સો—પોસારામ અનાજી વાઘરી (ઉં.વ. ૪૦, મૂળ રાજસ્થાન), અજય રમેશજી ઠાકોર (ઉં.વ. ૨૫), સબ્બીર લાલાભાઈ પઠાણ (ઉં.વ. ૨૩) અને ગુણવંતભાઈ શીવાભાઈ બજાણીયા (ઉં.વ. ૩૨) ને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસ તપાસ દરમિયાન પકડાયેલા આરોપીઓની અંગ ઝડતીમાંથી કુલ રૂ. ૧૦,૫૨૦/- રોકડા અને જુગારના દાવ પરથી મળી આવેલા રૂ. ૮૦૦/- રોકડા તેમજ ગંજીપાના મળીને કુલ રૂ. ૧૧,૩૨૦/- નો મુદ્દામાલ કાયદેસર રીતે જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે અડાલજ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શૈલેષકુમાર રઘુનાથભાઈ દેસાઈએ ચારેય આરોપીઓ વિરૂદ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.