કીમનદીનું રૌદ્ર સ્વરૂપ યથાવત. મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે અસરગ્રસ્તો સાથે કરી મુલાકાત
BHARUCH | By Akhand Bharat Team | Published:
હવામાન
કીમનદીનું રૌદ્ર સ્વરૂપ યથાવત. મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે અસરગ્રસ્તો સાથે કરી મુલાકાત
ભરૂચજિલ્લાના હાંસોટતાલુકામાં ભારેથી અતિભારે વરસાદ વરસવાંના કારણે કીમનદી સીઝનમાં બીજીવાર રૌદ્ર સ્વરૂપ યથાવત રાખી ઓવરફ્લો થઇ હતી જેના કારણે પાંજરોલી. નવા અને જુના આસરમા. બાલોટા.કઠોદરા પારડી. વડોલી.ઉમરાછી. કદરામાં. ગામોમાં કીમનદીના પાણી ફરીવરતા રેલનું નિર્માણ થયું હતું અને ગામો સંપર્ક વિહોણા બન્યા હતા તેમજ માર્ગો પર પાણી ફરી વરવાના કારણે સલામતીને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા વાહન વ્યવહાર બંધ કરાયો હતો હાંસોટ -અંકલેશ્વરના ધારાસભ્ય અને હાલની ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં પાણી પુરવઠા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ અસરગ્રસ્ત પરિવારોની વચ્ચે પોંહચી પરિસ્થિતિનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. મેડિકલ ટીમને સાથે રાખી જરૂરિયાત મંદ નાગરિકોને દવાઓ. સ્વચ્છ પીવાનું પાણી તેમજ ભોજનની વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દરેક અસરગ્રસ્ત નાગરિકની સુરક્ષા. આરોગ્ય અને જરૂરી સહાય માટે સતત કાર્યરત છે