કલમબંધી વિદ્યાલય, પ્રાથમિક વિભાગ, નવાગામ ખાતે રક્ષાબંધનની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામ આવી
KHEDA | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
કલમબંધી વિદ્યાલય, પ્રાથમિક વિભાગ, નવાગામ ખાતે રક્ષાબંધનની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામ આવી
નવાગામ, તા. 27/08/2026: કલમબંધી વિદ્યાલય, પ્રાથમિક વિભાગ, નવાગામ ખાતે પવિત્ર રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીઓએ પોતાના સહાધ્યાયી ભાઈઓને રાખડી બાંધી તેમની સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે વિદ્યાર્થીઓએ રક્ષાબંધનના તહેવારનું સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ સમજાવતાં વક્તવ્યો રજૂ કર્યા તેમજ દેશભક્તિ અને ભાઈ-બહેનના પ્રેમને ઉજાગર કરતાં ગીતો અને પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
શાળાના શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓને રક્ષાબંધન માત્ર પરિવાર પૂરતો સીમિત ન રહી સમાજમાં પરસ્પર પ્રેમ, વિશ્વાસ, સ્નેહ અને એકતાનો સંદેશ આપતો પર્વ હોવાનું સમજાવવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં યોજાયો હતો અને અંતે શાળાના આચાર્યશ્રીએ સૌને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમને સફળ બનાવવા બદલ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.