લીંબડીમાં વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન અંતર્ગત પંચ સંમેલન યોજાયું
SURENDRANAGAR | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
લીંબડીમાં વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન અંતર્ગત પંચ સંમેલન યોજાયું
લીંબડીના ફતેસિંહ જીન ખાતે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (VB-GRAM-G) અંતર્ગત પંચ સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગ્રામિણ સ્વરાજ અભિયાન (RGSA) હેઠળ ગ્રામ કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
આ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી ગામડાંના છેવાડાના માનવી સુધી પહોંચે અને લોકો વધુમાં વધુ લાભ મેળવી શકે તે હેતુથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ હેઠળ યોજાયેલા પંચ સંમેલનમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ, ગ્રામ વિકાસ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભગીરથસિંહ રાણા, તાલુકા પંચાયત પ્રમુખ જનકસિંહ રાણા, તાલુકા વિકાસ અધિકારી કે.એસ. પટેલ સહિત અનેક આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.