માધપુરા પે સેન્ટર શાળામાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો
VAV-THARAD | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
માધપુરા પે સેન્ટર શાળામાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો
માધપુરા પે સેન્ટર શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
માધપુરા, તા. 29 ઓગસ્ટ 2026
માધપુરા પે સેન્ટર શાળામાં આજે પર્યાવરણ જાગૃતિ અંતર્ગત ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી પુંજાભાઈની અધ્યક્ષતામાં શિક્ષક શ્રી રમેશભાઈ જાદવ, શિક્ષક શ્રી વેરશીભાઈ તેમજ નિવૃત્ત શિક્ષક શ્રી ભીખાભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગામના યુવાનો અને શાળાના બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં નિવૃત્ત શિક્ષક શ્રી ભીખાભાઈએ બાળકોને વૃક્ષોનું જીવનમાં મહત્વ સમજાવ્યું હતું અને આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે વૃક્ષો જ આપણા સાચા જીવનદાતા છે.
ત્યારબાદ શાળા પરિસરમાં લીમડો, વડ, પીપળો અને ગુલમહોર જેવા વિવિધ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. શિક્ષકોએ, નિવૃત્ત શિક્ષકશ્રીએ, ગામના યુવાનોએ અને બાળકોએ સાથે મળીને વૃક્ષારોપણ કરી તેના જતનની જવાબદારી લીધી હતી.
અંતે સૌએ પર્યાવરણના રક્ષણના સંકલ્પ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.