માંડવી પોલીસે બજારમાં થી ચોરી કરતી સાત થી આઠ મહિલા ગેંગ રંગેહાથ ઝડપી પાડી..
NARMADA | By Akhand Bharat Team | Published:
અપરાધ
માંડવી પોલીસે બજારમાં થી ચોરી કરતી સાત થી આઠ મહિલા ગેંગ રંગેહાથ ઝડપી પાડી..
દર બુધવારે ભરાતા હાટ બજાર માં દુકાન દારો, ખરીદી કરવા આવતી મહિલાઓ ના કિંમતી દાગીના, મોબાઈલ, રોકડ રકમ ની ચોરીની બુમણાક ઉઠતી હતી.
માંડવી ટાઉન મા વર્ષોથી દર બુધવારે ભશ હાટ બજાર ભરાતો હોય છે. છેલ્લા કેટલાક સમય થી બુધવાર ના હાટ બજારમાં નાની મોટી ચોરી ની બુમણાક ને ધ્યાન માં લઈ માંડવી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આજરોજ ભરાયેલ હાટ બજારમાંથી પોલીસે સાતથી આઠ મહિલાઓને ચોરીનો પ્રયાસ કરતા રંગે હાથ ઝડપી પાડી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર માંડવી ટાઉન માં દર બુધવારે હાટ બજાર ભરાય છે. જેમાં માંડવી નગર ઉપરાંત આસપાસના ગામડાના લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડતા હોય છે. બજારમાં ભારે ભીડનો લાભ ઉઠાવી ચોરો તેમની કરતબ અજમાવી જતા હતા. ખાસ કરીને મહિલાઓના ગળામાંથી ઘરેણાં, પાકીટ સહિતની વસ્તુઓ ચોરી થતી હોવાની લાંબા સમયથી બુમરાડ ઉઠી હતી. જેને લઈને આજરોજ બુધવારે માંડવી પોલીસ દ્વારા ચોરી કરતી ટોળકીને પકડવા માટે હાટ બજારમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમ્યાન મોડી સાંજે પોલીસ દ્વારા ચોરીનો પ્રયાસ કરી રહેલી સાત થી 8 જેટલી મહિલાઓને ઝડપી પાડી હતી. તમામ મહિલાઓને પોલીસ સ્ટેશન લઈ જઈ તેમની સામે કાયદેસરની કાર્યાવહી ચાલી રહી છે. જો કે હજી સુધી તેમની પાસેથી ચોરીનો કેટલો મુદ્દામાલ કબ્જે થયો તે જાણી શકાયું નથી.
...... રિપોર્ટર ફિલિપ વસાવા