મોટી ચરોપડી (તા.અબડાસા) ખાતે કે સી આર સી (અંધ જન મંડળ) ભુજ આયોજિત અને નલિયા ગાયત્રી પરિવાર ના સહયોગ થી યોજાયેલા નેત્ર યજ્ઞ,દિવ્યાંગ બાળકો માટેના અને ફિઝિયોથેરાપી કેમ્પ માં ૧૨૫ જણાઓએ લાભ લીઘો હતો.૧૪ જણાઓના જુદા જુદા ઓપરેશનો કરી અપાશે
KACHCHH (KUTCH) | By Akhand Bharat Team | Published:
હેલ્થ
મોટી ચરોપડી (તા.અબડાસા) ખાતે કે સી આર સી (અંધ જન મંડળ) ભુજ આયોજિત અને નલિયા ગાયત્રી પરિવાર ના સહયોગ થી યોજાયેલા નેત્ર યજ્ઞ,દિવ્યાંગ બાળકો માટેના અને ફિઝિયોથેરાપી કેમ્પ માં ૧૨૫ જણાઓએ લાભ લીઘો હતો.૧૪ જણાઓના જુદા જુદા ઓપરેશનો કરી અપાશે
મોટી ચરોપડી (તા.અબડાસા) ખાતે કે સી આર સી (અંધ જન મંડળ) ભુજ આયોજિત અને નલિયા ગાયત્રી પરિવાર ના સહયોગ થી યોજાયેલા નેત્ર યજ્ઞ,દિવ્યાંગ બાળકો માટેના અને ફિઝિયોથેરાપી કેમ્પ માં ૧૨૫ જણાઓએ લાભ લીઘો હતો.૧૪ જણાઓના જુદા જુદા ઓપરેશનો કરી અપાશે
આ કેમ્પની શુભ શરૂઆત ડોક્ટરો અને સેવાભાવીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરાઈ હતી.
વિજયા બેન નવીનભાઈ ચંદન આંખની હોસ્પિટલ નલિયાના ડો.અરૂણાબેન સીજુ એ ૧૦૭ દર્દીઓની તપાસ,નિદાન કરી ને સંસ્થા દ્વારા દવા ટીપા નિશુલ્ક આપ્યા હતા.મોતિયા .અને વેલ ના ઓપરેશન લાયક ૧૧ જણાઓં ના ઓપરેશન ભુજ માં કે સી આર સી આઈ હોસ્પિટલ માં ફ્રી કરી અપાશે. આંખનાં નંબર ૨૧ જણાઓના ફ્રી કાઢીને ચશ્મા ટોકન ચાર્જમાં અપાયા હતા. ૫ જણાંઓને આધુનિક મશીનો દ્વારા આંખની વધારે તપાસ માટે આંખની હોસ્પિટલ નલિયા ખાતે બોલાવાયા હતા
પડદા વાળા ૧ જણનું કીકી વાળા ૧ જણનું, ત્રાંસી આંખ વાળા ૧ બાળકનું ઓપરેશન યુગ નિર્માણ ગાયત્રી પરિવાર પ્રેરિત ધનલક્ષ્મીબેન આઈયા સા.ચેરી.ટ્રસ્ટ નલિયા મારફત રાહત દરે અને જરૂરત મંદને તદન ફી કરી અપાશે.
ફિઝિયોથેરાપી વિભાગ માં ડૉ.રાકેશભાઈએ ૧૬ દર્દીઓની ફ્રી સારવાર કરી હતી અને તેઓને નલિયામાં પરષોત્તમ શિવજી ચાંદ્રા રામપર અબડા વાળા પરિવાર- ફિજિયો થેરાપી સેન્ટર ખાતે જુદા જુદા સાધનો અને મશીનોથી કાયમી ફ્રી સારવાર કરવા માટે બોલાવ્યા હતા.
દિવ્યાંગ ૨ બાળકો ને નલિયાના ઉમ્મીદ ડે કેર સેન્ટરમાં ફ્રી શિક્ષણ અને ફ્રી ટ્રેનિંગ માટે આવવા જણાવ્યું હતું.
આ કેમ્પના આયોજન, વ્યવસ્થા અને પ્રચાર-પ્રસારમાં શ્રી હરેશભાઈ ઠક્કર (ગાયત્રી પરિવાર,નલિયા), શ્રી કાનજીભાઈ મહેશ્વરી (કે સી આર સી નલિયા.) અને મોટી ચરોપડીના સેવાભાવી શ્રી પીર હાજી ગુલામછા સૈયદ નો મુખ્યત્ત્વે સહયોગ રહ્યો હતો.
મોટી ચરોપડીના સરપંચશ્રી લાલજીભાઈ,ભાણજીભાઈ, અબ્દુલભાઈ ગફૂર,પીર હાજી અકીલછા તાલબછા અને હાજી હુસૈન કેર નો પૂરેપૂરો સાથ સહયોગ મળ્યો હતો.
રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ