નાંદોજ હાઈસ્કૂલમાં રાખડી સ્પર્ધા અને રક્ષાબંધનની પર્વેની ઉજવણી કરવામાં આવી
ARVALLI | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
નાંદોજ હાઈસ્કૂલમાં રાખડી સ્પર્ધા અને રક્ષાબંધનની પર્વેની ઉજવણી કરવામાં આવી
અમારી શાળા શ્રીમતી એમ કે જે તન્ના જ્ઞાનદિલ વિદ્યાલયમાં તારીખ 27/8 /2026 ના શુક્રવારના રોજ રાખડી સ્પર્ધા અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. તેમાં ધોરણ 9 થી 12 ની 24 બહેનો સ્પર્ધામાં ભાગ લીધો હતો સુંદર કલાનું પ્રદર્શન કર્યું હતું. છેલ્લા બે તાસમાં રક્ષાબંધન પર્વની ઉજવણી ૐ કાર થી કરવામાં આવી હતી જોશી સાક્ષી દ્વારા રક્ષાબંધનનો મહિમા અને પરમાર નવ્ય દ્વારા રક્ષાબંધનનું ગીત ગાયા બાદ સર્વે વિદ્યાર્થીઓએ લાઈનમાં ગોઠવાય અને બહેનોએ ભાઈને તિલક કર્યા બાદ રાખડી બાંધી ને મો મોઢું કર્યું હતું.અને ભાઈઓ તરફથી બહેનોને પેન આપવામાં આવી હતી. અંતે શાળાના આચાર્યશ્રી દ્વારા પૌરાણિક કથાઓ દ્વારા બળેવ અને રક્ષાબંધનનો તફાવત સમજાવી બાળકોને મંત્રમુગ્ધ કર્યા હતા અને કાર્યક્રમ ઉત્તમ બનાવવા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને ધર્મિષ્ઠાબેન દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. તે બદલ સર્વને આચાર્યશ્રી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.