માતર તાલુકાના નધાનપુર અને રહેમાનપુર ગામના બંને રોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત આજરોજ માતરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લીંબાસી જિલ્લા પંચાયત સભ્ય શ્રી શારદાબેન કનુભાઈ મકવાણા, માતર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રહલાદભાઈ, તાલુકા મહામંત્રી ઘનશ્યામ ચૌહાણ, અસામલી તાલુકા પંચાયત સભ્ય નટુભાઈ, હાડેવા સરપંચ શ્રી ઘનશ્યામભાઈ, પૂર્વ સરપંચ શકરાભાઈ તથા વેલાભાઈ સહિત નારણભાઈ, કનુભાઈ, વિષ્ણુભાઈ, મહેશભાઈ, પરેશ સોલંકી તેમજ ગામના વડીલો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રોડના વિકાસકાર્યને લઈને ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. બંને રોડના નિર્માણથી ગ્રામજનોની અવરજવર વધુ સુગમ બનશે અને સ્થાનિક વિકાસને વેગ મળશે.