નવસારી જિલ્લા ભારતીય પાર્ટી દ્વારા ધરતી લોન્સ જલાલપોર ગામ નવસારી ખાતે ' પંડિત દિનદયાલ ઉપાધ્યાય' પ્રશિક્ષણ મહાઅભિયાન ૨૦૨૬ પાયાના કાર્યકરો માટે આયોજીત એક મહત્ત્વપૂર્ણ વૈચારિક અને સંઘઠનાત્મક કાર્યશાળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવ્યું.
આ કાર્યશાળામાં જિલ્લાના પ્રભારીશ્રી,વાલીશ્રી,જિલ્લાનારાજ્યસરકારના કેબીનેટ મંત્રીશ્રી,વર્તમાન તથા માજી ધારાસભ્યશ્રીઓ, જિલ્લા સંઘઠનના હોદ્દેદારો,જિલ્લા પંચાયતના વર્તમાન તથા માજીપ્રમુખશ્રી,વિવિધ મોરચાના પદાધિકારીશ્રીઓ,મંડળના પ્રમુખશ્રીઓ તથા વરિષ્ઠ કાર્યકર્તાઓ મળી ૧૦૦ જેટલા કાર્યકર્તાએ ભાગ લીધો.
ત્રણ દિવસ ચાલેલ મહા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પંડિત દિન દયાલ ઉપાધ્યાયના 'એકાત્મ માનવવાદ' તથા ' અંત્યોદય ' ના સિદ્ધાંતોને જમીની સ્તર સુધી પહોંચાડવાનો છે.
આ પ્રશિક્ષણ વર્ગમાં વિવિધ વક્તાશ્રીઓ દ્વારા વિવિધ ૧૧ સત્રોમાં પાર્ટીનો ઇતિહાસ,રાષ્ટ્રવાદની વિચારધારા,સરકારની કલ્યાણકારી યોજનાઓ,સોશિયલ મીડિયાનો પ્રભાવશાળી ઉપયોગ, બુથ સુધી સંગઠનને વધુ મજબુત બનાવવા,લોકો સાથેનો સંપર્ક વધારવા, ભવિષ્યના રાજકીય અને સામાજિક પડકારોને પહોંચી વળવા માટે કાર્યકર્તાઓમાં નેતૃત્વ, કાર્યક્ષમતા અને શિસ્તનું નિર્માણ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. કાર્યશાળા થકી કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ અને ઉર્જાનો સંચાર થયો.
કાર્યશાળાના સમાપન સત્રમાં શ્રી ભુરાભાઈ શાહ, શ્રી શંકરભાઈ આમલીયાર, શ્રી મહેન્દ્રભાઈ, શ્રી જીગરભાઈ દ્વારા કાર્યશાળાની સફળતા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને આ કાર્યશાળા થકી પાર્ટીનું સંઘઠન વધુ મજબુત બનશે અને આગામી સમયમાં પાર્ટીના લક્ષ્યાંકો સિધ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી.