*હુસેનાબાદ ગામે ભેંસના તબેલામાં અજગર દેખાતા ખેડૂતોમાં ગભરાટ*
માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામે તળાવની બાજુમાં નારણ ઉકા રામની વાડીમાં ભેંસના તબેલામાં અજગર દેખાતા ખેડૂતોમાં ગભરાટ ફેલાયો હતો.
અજગરને કાબૂમાં લેવા માટે તાત્કાલિક નિકું વાજા તથા શેરીયાજીને જાણ કરવામાં આવી હતી. તેઓ સ્થળ પર પહોંચી અજગરને શાંત કરી સાવચેતીપૂર્વક તેને પાંજરામાં પૂર્યો હતો.
ત્યારબાદ અજગરને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો. આ કામગીરી બદલ હુસેનાબાદના રહેવાસી નારણ ઉકા રામ, નિકું વાજા તથા શેરીયાજીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ ઘટનાથી કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. અજગરને સુરક્ષિત રીતે કુદરતી રહેઠાણમાં છોડવામાં આવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પત્રકાર: હસનભાઈ પીરજી
કોઈપણ ઘટનાની જાણકારી માટે સંપર્ક: 9104528786