પાલિતાણા શહેર ભાજપની તિરંગા યાત્રા આયોજન બેઠક યોજાઈ, ભવ્ય આયોજન માટે કરાઈ તૈયારીઓ
BHAVNAGAR | By Akhand Bharat Team | Published:
ટેક
પાલિતાણા શહેર ભાજપની તિરંગા યાત્રા આયોજન બેઠક યોજાઈ, ભવ્ય આયોજન માટે કરાઈ તૈયારીઓ
આગામી તિરંગા યાત્રાના સફળ આયોજનને લઈને પાલિતાણા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભૂતેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજન બેઠક યોજાઈ હતી. બેઠકમાં યાત્રાને ભવ્ય, શિસ્તબદ્ધ અને ઐતિહાસિક બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં ઝોન પ્રભારી વી.ડી. સોરઠીયા, પ્રભારી રાકેશભાઈ છેલણા, શહેર પ્રમુખ ભરતભાઈ માંડલિયા, શહેર મહામંત્રી ભાવેશભાઈ કળોતરા, પાલિતાણા નગરપાલિકાના પ્રમુખ સુલોચનાબેન મકવાણા, ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ સરવૈયા, પૂર્વ શહેર પ્રમુખ ગઢવી સાહેબ, પૂર્વ ઉપપ્રમુખ કિરીટસિંહ સરવૈયા, અમિતભાઈ પ્રબતાણી સહિત શહેર ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યો, વિવિધ મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ, શક્તિકેન્દ્રોના સંયોજકો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન તિરંગા યાત્રાના રૂટ, જવાબદારીઓનું વિતરણ, વ્યવસ્થા, જનસંપર્ક અભિયાન તેમજ કાર્યકર્તાઓની ભૂમિકા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈ તિરંગા યાત્રાને ભવ્ય સફળ બનાવવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
શહેર ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે તિરંગા યાત્રા દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને તિરંગા પ્રત્યેના સન્માનનો સંદેશ જનજન સુધી પહોંચાડશે અને તેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાય તે માટે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.