*હુસેનાબાદમાં ઘર-ઘર પાણી પહોંચાડવાની વર્ષો જૂની માંગણી સંતોષાઈ*
સરપંચ જે. એચ. પીરજી અને ઉપસરપંચ કાસમ સુલેમાન બેરાના પ્રયાસોથી પાઇપલાઇનનું કામ પૂર્ણ
માંગરોળ, તા. ૧ ઓગસ્ટ: માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામમાં વર્ષોથી ચાલતી ઘર-ઘર પાણી પહોંચાડવાની ગ્રામજનોની માંગણીનો અંત આવ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં નવી પાણીની પાઇપલાઇનનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવતા હવે દરેક ઘરમાં નિયમિત પાણી પહોંચવાની સુવિધા ઉપલબ્ધ બની છે.
આ કામગીરી સરપંચ જે. એચ. પીરજીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી. કામ દરમિયાન તેઓ જાતે સ્થળ પર હાજર રહી કામગીરીની દેખરેખ રાખતા હતા. તેમની સાથે ઉપસરપંચ કાસમ સુલેમાન બેરાએ પણ સતત સહયોગ આપી કામગીરીને સમયસર પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
પાઇપલાઇનનું કામ પૂર્ણ થતાં ગામલોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ગ્રામજનોએ સરપંચ અને ઉપસરપંચનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે વર્ષોથી કરવામાં આવતી માંગણી આજે સાકાર થઈ છે. આ કામગીરીથી ગામના લોકોને પીવાના પાણી માટે પડતી મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થશે અને દૈનિક જીવન વધુ સુવિધાજનક બનશે.
હુસેનાબાદ ગામમાં પાણીની પાઇપલાઇનના કામનું નિરીક્ષણ કરતા સરપંચ જે. એચ. પીરજી, ઉપસરપંચ શ્રી કાસમ સુલેમાન બેરા અને ગ્રામજનો.
પત્રકાર
હસન પીરજી