પાટણ વાડા ગુરુ બ્રાહ્મણ સમાજ ની મેડીકલ સેવાકાર્ય ની તૃતીય મીટીંગ પાટણ ખાતે યોજાઇ
PATAN | By Akhand Bharat Team | Published:
હેલ્થ
પાટણ વાડા ગુરુ બ્રાહ્મણ સમાજ ની મેડીકલ સેવાકાર્ય ની તૃતીય મીટીંગ પાટણ ખાતે યોજાઇ
રાહુલ શ્રીમાળી પાટણ
*ગઈ કાલે તા. 23/08/26 ના દિવસે પાટણવાડા ગુરુ બ્રાહ્મણ મેડિકલ સેવા કાર્ય કમિટીની મિટિંગ પાટણ મુકામે કમીટી સભ્યશ્રી પ્રવિણભાઇ સાધુના નિવાસ સ્થાને મળી હતી.*
*જેમાં સામાજ હિત માટેના મુખ્ય નિર્ણય તરીકે પાટણવાડા ગુરુ બ્રાહ્મણ સમાજના હૃદયરોગ, કેન્સર અને કિડનીના ગંભીર પ્રકારના દર્દીઓ માટે રૂ. 5000/- ની આર્થિક સહાય આપવાનું નક્કી થયું હતું. સહાયની રકમમાં ભવિષ્યમાં વધારી પણ થઇ શકશે. આ માટે ગુરુ બ્રાહ્મણ સમાજ ના જે દર્દીએ સરકારી હોસ્પીટલ અથવા સેવાભાવી સંસ્થાઓ દ્વારા સંચાલિત હોય એવી આયુષ્યમાન કાર્ડ હેઠળ માન્ય થયેલી હોસ્પિટલમાં સારવાર લીધેલ હોય એવા જ દર્દીઓને એમની લેખિત માંગણીથી સહાય આપવાનો નિર્ણય થયો હતો. દરેક કેસમાં સહાય કમિટીની સમીક્ષાને આધીન રાખવામાં આવી હતી.*
*આ મિટિંગ સમયે મુલાકાતે આવેલા ટુંડાવ ગામના શ્રી હર્ષદભાઈ એમ. શ્રીમાળીએ મેડિકલ સેવા કાર્ય માં એક મેડિકલ બેડ આપવાની જાહેરાત કરી હતી. તાજેતરમાં સેલ્સટેક્ષ અધિકારી તરીકે નિવૃત થયેલા હર્ષદભાઈનું કમીટી એ સન્માન કરી નિવૃત જીવનની શુભકામનાઓ આપી હતી. એમની સાથે આવેલા એમના સાઢુભાઈ પસવાદળ ગામના કૌશિકભાઈ જે. જોષીએ પણ રૂ. 500/- નું દાન આપ્યું હતું.*
*કમિટીના એક સભ્ય શ્રી દીપકભાઈ કે. શ્રીમાળીએ એમને થયેલા ગંભીર અકસ્માતના કારણે અનુભવાતી શારીરિક મુશ્કેલી, સરકારી નોકરી અને 52 ગોળ ટ્રસ્ટના પ્રમુખશ્રી તરીકેની વ્યસ્તતાઓને લીધે મેડિકલ સેવા કમિટીમાંથી સ્વૈચ્છા મુક્ત થવાની વ્યક્ત કરેલ ઈચ્છાને કારણે એમના બદલે તેનીવાડા ગામના શ્રી હિતેન્દ્રભાઇ પી. શ્રીમાળીને સમિતીમાં લેવામાં આવ્યા હતા અને સહાયના મેડિકલ કેસો માટે મહેરવાડા ગામના વકીલ MACT પ્રેકટીશ્નરશ્રી રાકેશભાઈ આર. શ્રીમાળીની મેડિકલ સેવા સમિતિના કાનૂની સલાહકાર તરીકે સેવાઓ લેવાનું નક્કી થયું હતું.* આ કમિટી દ્વારા ૧૦૦ રૂપિયાના નજીવા ટોકન દરે આ મેડિકલ સાધન આપવામાં આવે છે.
*અંતમાં યજમાન પરિવારે તમામ મહેમાનોને શાલ ઓઢાડીને સન્માન આપ્યું હતું અને કમીટી સભ્યોએ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.*