પી.એમ. શ્રી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરંચા, જીલ્લો અરવલ્લીમાં વાલી સંમેલન યોજાયુંખેરંચા, જિલ્લો: અરવલ્લી તા. 29 ઓગસ્ટ 2026:સૂર્યા ફાઉન્ડેશન, નવી દિલ્હી દ્વારા સંચાલિત પી.એમ. શ્રી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરંચા ખાતે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ માટે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શુભ શરૂઆત શાળાના મેનેજરશ્રી દલપતજી, એડમિનિસ્ટ્રેટરશ્રી સમરજીત યાદવ તથા વાલીશ્રી દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વાગત અને પરિચય કાર્યક્રમ યોજાયો.આ પ્રસંગે સિનિયર
ARVALLI | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
પી.એમ. શ્રી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરંચા, જીલ્લો અરવલ્લીમાં વાલી સંમેલન યોજાયુંખેરંચા, જિલ્લો: અરવલ્લી તા. 29 ઓગસ્ટ 2026:સૂર્યા ફાઉન્ડેશન, નવી દિલ્હી દ્વારા સંચાલિત પી.એમ. શ્રી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરંચા ખાતે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ માટે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શુભ શરૂઆત શાળાના મેનેજરશ્રી દલપતજી, એડમિનિસ્ટ્રેટરશ્રી સમરજીત યાદવ તથા વાલીશ્રી દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વાગત અને પરિચય કાર્યક્રમ યોજાયો.આ પ્રસંગે સિનિયર
પી.એમ. શ્રી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરંચા, જીલ્લો અરવલ્લીમાં વાલી સંમેલન યોજાયુંખેરંચા, જિલ્લો: અરવલ્લી તા. 29 ઓગસ્ટ 2026:સૂર્યા ફાઉન્ડેશન, નવી દિલ્હી દ્વારા સંચાલિત પી.એમ. શ્રી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરંચા ખાતે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ માટે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શુભ શરૂઆત શાળાના મેનેજરશ્રી દલપતજી, એડમિનિસ્ટ્રેટરશ્રી સમરજીત યાદવ તથા વાલીશ્રી દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વાગત અને પરિચય કાર્યક્રમ યોજાયો.આ પ્રસંગે સિનિયર શિક્ષક શ્રી દીપકભાઈ દવે દ્વારા શાળાની શૈક્ષણિક તથા વિવિધ પ્રવૃત્તિઓ અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. શિક્ષક શ્રી રમેશભાઈ બાંભણિયા દ્વારા જન્માષ્ટમી વેકેશનના મહત્વ અંગે માહિતી આપી વાલીશ્રીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી.શાળાના મેનેજરશ્રી દલપતજીએ પ્રસંગોચિત માર્ગદર્શન આપતાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શાળા અને વાલીઓની સહભાગિતાનું મહત્વ સમજાવ્યું. તેમણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ, શિસ્ત, સંસ્કાર, રમતગમત તથા વ્યક્તિત્વ વિકાસ અંગે વાલીશ્રીઓ સાથે સરળતાથી ચર્ચા કરી અને જરૂરી સૂચનો આપ્યા.વાલી સંમેલન દરમિયાન વાલીશ્રીઓએ પોતાના બાળકોના વર્ગમાં જઈ શૈક્ષણિક પ્રગતિ, યુનિટ ટેસ્ટના પરિણામ અને અભ્યાસ સંબંધિત બાબતોની માહિતી મેળવી. વાલીશ્રીઓએ વર્ગશિક્ષકો સાથે સીધો સંવાદ કરી પોતાના મંતવ્યો, પ્રશ્નો અને ઉપયોગી સૂચનો રજૂ કર્યા. શિક્ષકશ્રીઓ દ્વારા પણ વિદ્યાર્થીઓની પ્રગતિ અને સુધારાની જરૂરિયાત અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. મહત્વની વાત એ છે કે આ કાર્યક્રમમાં 100% વાલીશ્રીઓની સહભાગીદારીતા રહી. શિક્ષકશ્રી પ્રવીણભાઈ સુથાર દ્વારા આભાર વિધિ અને જરૂરી સૂચનો બાદ કાર્યક્રમનું સમાપન કલ્યાણમંત્ર સાથે કરવામાં આવ્યું હતું.