રાજસ્થાન સરહદી ગામ મોટીરાઠમાં લાઈબ્રેરીના સંદર્ભે પુસ્તક વિતરણ અને મોટીવેશન કાર્યક્રમ યોજાયો
MAHISAGAR | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
રાજસ્થાન સરહદી ગામ મોટીરાઠમાં લાઈબ્રેરીના સંદર્ભે પુસ્તક વિતરણ અને મોટીવેશન કાર્યક્રમ યોજાયો
રિપોર્ટર: મણિલાલ તાવિયાડ
કાર્યક્રમ સ્થળ: મોટીરાઠ
તા:કડાણા
જી:મહીસાગર
હેડ લાઈન: લાઈબ્રેરીના સંદર્ભે "પુસ્તક વિતરણ"કરવામાં આવ્યું
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાજસ્થાન સરહદી મોટીરાઠ ગામમાં નવીન લાઈબ્રેરીના સંદર્ભે પુસ્તક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
જેના ભાગરૂપે મોટીરાઠ ગામના સમાજ હિતેચ્છુ તેવા ગામના વરિષ્ઠ આગેવાનો,પુર્વ તાલુકાસભ્ય જયસિંહભાઈ તાવિયાડ,ગામના સરપંચના પ્રતિનિધિ કોયાભાઈ તાવિયાડ,પુસ્તક અને ફર્નિચર દાતા જયસિંહભાઈ તાભીયાર, સાથે સાથે આર્થિક સહયોગી મહેશભાઈ તાવિયાડ,મગનભાઈ તાવિયાડ,યુવાઓ, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનાર યુવાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, આ સમયે પોતાના સમાજને શિક્ષણની બાબતે કઈ રીતે આગળ લઈ શકાય તેના વિશે ઊંડાણપૂર્વક સકારાત્મક વિચારો સાથે ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે વ્યસનો, ખોટા ખર્ચાઓથી પોતાના સમાજને બચાવવાની પણ સોનેરી સલાહ આપવામાં આવી હતી, આવા સમયે લાઈબ્રેરીની પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આર્થિક સહયોગ કરનાર ઉદયભાઈ તાવિયાડ સંજોગોવસાત હાજર રહી શક્યા ન્હોતા, તેમ છતા પણ તેમનો હાજર યુવાઓ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દરેક વરિષ્ઠ આગેવાનો માર્ગદર્શકોના હસ્તે પુસ્તકો અર્પિત કરી હોસલાઓ બુલંદ કરવાની પ્રેરણા આપી હતી.