લાંબા સમયના વિરામ બાદ રાણપુરમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ. ધોધમાર વરસાદ વરસતાં ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે અને તેમને મોટી રાહત મળી છે. આ વરસાદથી નદી-નાળા ફરી જીવંત બનશે અને તેમાં વરસાદી પાણીનો પ્રવાહ જોવા મળશે. આજે થયેલા આ સઘન વરસાદને કારણે પશુધન માટે તેમજ પીવાલાયક પાણી અને સિંચાઈના સ્ત્રોતો ફરી સજીવન થવાની સંભાવનાઓ પ્રબળ બની છે.